આણંદ એક વ્યક્તિએ બટકું ભરીને ડેપ્યુટી સરપંચની આંગળી કાપી નાખી, સારવાર માટે દાખલ
* આંણદ માં જમીન વિવાદ માં મામલે ડે.સરપંચ ની આંગળી કાપી
* ડેપ્યુટી સરપંચ સુનીલ પટેલ ના આંગળી ના ટેરવે ભર્યુ બચકુ
આણંદ : જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરૂ તેવી ગુજરાતી કહેવત છે. જમીનનાં ઝગડામાં ભાઇ ભાઇના લોહીનો ભુખ્યો થઇ જાય છે. જો કે જમીન વિવાદનો એક વિચિત્ર કિસ્સો આણંદમાં સામે આવ્યો છે. ઘટના બાદ લોકોમા હાસ્યમિશ્રિત આશ્ચર્ય ફેલાયું છે. જમીન મુદ્દે થયેલી બોલાચાલીમાં ગામના ડેપ્યુટી સરપંચની આંગળી બચકું ભરીને કાપી નાખી હતી. રાજેન્દ્ર પટેલ નામના શખ્સ દ્વારા બચકું એટલું ઝનુન સાથે ભરાયું હતું કે, ડેપ્યુટી સરપંચની આંગળી જ અલગ થઇ ગઇ હતી.
અમદાવાદ: CORONA દેશ માટે સંકટ પણ તપન (ખાનગી) હોસ્પિટલ માટે સુવર્ણકાળ લઇને આવ્યો
ઇજાગ્રસ્ત સુનીલ પટેલે આંગળીના ટેરવાના ભાગે બચકું ભર્યું હતું. જમીન વિવાદ મુદ્દે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા સુનિલ પટેલ નામના વ્યક્તિએ ડેપ્યુટી સરપંચની આંગળી કરડી ખાધી હતી. સુનિલ પટેલને ઇજાગ્રસ્ત હાલતમાંજ આણંદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. જો કે તેમની આંગળીના ટેરવું સાજુ થશે કે કેમ તે અંગે હજી સુધી ડોક્ટર્સ દ્વારા કોઇ પ્રતિભાવ આવ્યો નથી. ડેપ્યુટી સરપંચ દ્વારા રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસે આ મુદ્દે ડેપ્યુટી સરપંચની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube