બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓના આતંકને લઇને વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય પ્રસરી રહ્યો છે. આણંદ શહેરના માર્ગો પર રખડતા પશુઓનો આતંક પ્રવર્તી રહ્યો છે. ગૌ પાલકો પોતાના પશુઓને જાહેર માર્ગો પર ખુલ્લા છોડી દે છે, જેના કારણે પશુઓ જાહેર માર્ગો પર અડિંગો જમાવે છે. જે અવાર નવાર રાહદારીઓ અને વાહન ચાલકો અને રાહદારીઓને ગોથે ચઢાવી ઘાયલ કરે છે. જેને લઇને અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાંગરની ખેતી કરતાં ગુજરાતના ખેડૂતોની વધી ચિંતા? કારણ છે ચોંકાવનારું, સરકારને અપીલ


કરમસદ પાસે  રખડતા પશુઓના કારણે અક્સ્માત સર્જાતા એક બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી. તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં રખડતા પશુઓનાં કારણે ત્રણનાં મોત નીપજ્યા છે. જ્યારે અસંખ્ય ઘાયલ થયાં છે. શહેરના 100 ફૂટ રોડ, બોરસદ ચોકડી ઓવરબ્રિજ, ઇસ્માઇલ નગર, ટાઉનહોલ રોડ, બસ સ્ટેન્ડ વિસ્તાર સહીત વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે. 


કાલથી ગુજરાતમાં શરૂ થશે ભારે વરસાદનો નવો રાઉન્ડ! આ વિસ્તારોમાં પડશે, આજે ક્યા નોંધાય


ગુજરાત હાઇકોર્ટ દ્વાર જાહેર માર્ગો પર રખડતા પશુઓ પકડવા અને પશુપાલકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હોવા છતાં આણંદ નગરપાલિકા તંત્ર રસ્તા પર રખડતા પશુઓની સમસ્યાનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહ્યું છે. નગરપાલીકા દ્વારા રખડતા પશુઓ પકડવાની કાર્યવાહી અને 86 થી વધુ પશુઓ પકડી ડબ્બામાં પૂર્યા હોવાની વાતો કરે છે. 


માત્ર 24 કલાકમાં ત્રણ હત્યાઓથી થથર્યું અ'વાદ! રક્ષાબંધનની મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલ


પરંતુ શહેરના જાહેર માર્ગો પરથી રખડતા પશુઓની સંખ્યા ઓછી થતી નથી, ત્યારે પાલિકા તંત્રનાં બણગા પોકળ સાબિત થઇ રહ્યાં છે. જેને લઈને લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. શું પાલિકા તંત્ર હજુ વધુ જાનહાની થાય તેની રાહ જોઈ રહ્યું છે. તેવા સવાલ ઉભા થઇ રહ્યાં છે.