મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરનું લૂટેલું ઘન પરત લાવવા મુસ્લિમ યુવકે કરી માંગ, આપ્યુ લૂંટેલી વસ્તુઓનું લિસ્ટ
આજે એક તરફ હિન્દુ મુસ્લિમો વચ્ચે નફરતની રાજનીતી રમાઈ રહી છે, ત્યારે મૂળ ભરૂચ જિલ્લાનાં અને હાલમાં આણંદ શહેરમાં રહેતા મુસ્લિમ યુવકે પોતાનાં પિતાનાં અધુરા રહેલા સ્વપ્નને સાકાર કરવા માટે મહમંદ ગઝની દ્વારા સોમનાથ મંદિર પર હુમલાઓ કરી લુંટીને અફધાનિસ્તાન લઈ જવામાં આવેલી સંપત્તિને દેશમાં પરત લાવવા માટે ચળવળ ચલાવી છે, અને આ માટે તેઓએ સોમનાથ મંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. તેમજ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિને પણ પત્ર લખીને સોમનાથ મંદિરની લુંટમાં લઈ જવાયેલી ઐતિહાસિક સંપત્તિ દેશમાં પરત લાવવા માટે માંગ કરનાર છે
બુરહાન પઠાણ/આણંદ :આજે એક તરફ હિન્દુ મુસ્લિમો વચ્ચે નફરતની રાજનીતી રમાઈ રહી છે, ત્યારે મૂળ ભરૂચ જિલ્લાનાં અને હાલમાં આણંદ શહેરમાં રહેતા મુસ્લિમ યુવકે પોતાનાં પિતાનાં અધુરા રહેલા સ્વપ્નને સાકાર કરવા માટે મહમંદ ગઝની દ્વારા સોમનાથ મંદિર પર હુમલાઓ કરી લુંટીને અફધાનિસ્તાન લઈ જવામાં આવેલી સંપત્તિને દેશમાં પરત લાવવા માટે ચળવળ ચલાવી છે, અને આ માટે તેઓએ સોમનાથ મંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. તેમજ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિને પણ પત્ર લખીને સોમનાથ મંદિરની લુંટમાં લઈ જવાયેલી ઐતિહાસિક સંપત્તિ દેશમાં પરત લાવવા માટે માંગ કરનાર છે
મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર હુમલાઓ કરી ન માત્ર મંદિરની તોડફોડ કરી, પરંતુ અનેક વસ્તુઓ લૂંટીને લઈ ગયો હતો. અંદાજે 6 ટન સોનું અને દુર્લભ શિવલીંગ તેમજ લાલ ચંદનથી બનાવેલો મંદિરનો મુખ્ય દરવાજો અને કિંમતી સામાન સહીત આજનાં બજાર કિંમતે 70 કરોડ મિલિયન ઉપરાંતની સંપત્તિની લુંટ કરી લઈ ગયો હતો. મહંમદ ગઝની દ્વારા લુંટ કરી લઈ જવામાં આવેલ ઐતિહાસિક શિવલિંગ, લાલ ચંદનનો દરવાજો સહિતની સંપત્તિને અફધાનિસ્તાનથી પરત લાવવા માટે આણંદનાં યુવક મઝહરખાન નિશારખાન પઠાણે ચળવળ હાથ ધરી છે.
આ પણ વાંચો : દેશના 16 રાજ્યોમાં અંધારપટની સ્થિતિ આવી, શું ગુજરાતને પણ અસર પડશે?
આણંદના મઝહરખાન નીસારખાન પઠાણ જુનાગઢનાં નવાબ પરિવારથી સંબધ ધરાવે છે, તેઓનાં પિતા નીસારખાન પઠાણ જયોતિષી અને ભૂગર્ભ ગતિવિધિનાં જાણકાર હતા. આફ્રિકામાં સોનાની ખાણો શોધવામાં તેઓની મહત્વની ભુમિકા હતી. તેઓ ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિનાં વિશેષ સલાહકાર રહી ચૂકયા હતા. તેઓએ સોમનાથ મંદિર અંગે ઘણુ સંશોધન કર્યું હતું. મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર પર હુમલાઓ કરી ચલાવેલી લૂંટ અંગે પણ તેમણે રિસર્ચ કર્યુ હતું. મહમંદ ગઝની દ્વારા લુંટ કરી લઈ જવામાં આવેલા 6 ટનથી વધુ સોનું તેમજ દુર્લભ શિવલિંગ અને લાલ ચંદનનાં લાકડામાંથી બનાવેલુ કાષ્ઠકલાની અદભુત કોતરણી ધરાવતા મંદિરનાં મુખ્ય દરવાજા સહિતની સંપત્તિ અફધાનિસ્તાનથી પરત લાવવા માટે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને વીપી સિંહને પણ રજુઆતો કરી હતી. પરંતુ ત્યાર બાદ વર્ષ 2001 માં નીસાર ખાનનું નિધન થયું હતું, નિધન પૂર્વે નીસાર ખાને સોમનાથ મંદિરની લુંટમાં ગયેલી સંપતી દેશમાં પરત લાવવા માટે પોતાની રજુઆતો અને મહેચ્છા અંગે પોતાનાં પુત્ર મઝહરખાનને પણ વાત કરી હતી, જેથી પુત્ર મઝહરખાને પોતાનાં પિતાનાં અધુરા રહેલા સ્વપ્નને પુરૂ કરવા માટે અફધાનિસ્તાનમાંથી સોમનાથ મંદિરની લૂંટની સંપત્તિ પરત લાવવા માટે ચળવળ હાથ ધરી છે.
આ પણ વાંચો : ઘરમાં ચોકલેટ વેચાય તેમ સુરતનો મુસ્તાક ઘરે ડ્રગ્સ વેચતો, આખરે પોલીસ પકડમાં આવ્યો
આ અંગે મઝહરખાન પઠાણે જણાવ્યું હતું કે, અફધાની લુંટારા મંહમદ ગઝનીએ ઇતિહાસ અનુસાર વર્ષ 1024ની આસપાસમાં સોમનાથ મંદીર પર આક્રમણ કર્યુ હતું. મંદિરમાંથી 6 ટન સોનું અને લાલ ચંદનમાંથી બનાવેલો કાષ્ઠ કલાનાં નમુનારૂપ દરવાજો તેમજ દૂર્લભ શીવલીંગ સહીત કિંમતી સામાનની લુંટ ચલાવીને અફધાનિસ્તાન લઈ ગયો હતો. જેની આજનાં દિવસે કિંમત 70 કરોડ મિલીયનથી વધુ આંકી શકાય છે.
મઝહર ખાને જણાવ્યું હતું કે તેમનાં પિતા નિસાર ખાને મહંમદ ગઝની દ્વારા સોમનાથ મંદિરમાંથી લુંટ કરી લઈ જવામાં આવેલી સંપત્તિ પરત લાવવા માટે પોતાની અંતિમ ઈચ્છા વ્યકત કરી હતી. જેથી તેઓ પોતાનાં જન્નતનશીન પિતાની આખરી ઈચ્છાને પુરી કરવા માટે આ ચળવળ શરૂ કરી છે, અને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખશે, હાલમાં અફધાનિસ્તાન સરકાર સાથે ભારત સરકારના સંબંધો સારા રહેલા છે, ત્યારે રાજકીય સંબધોનો ઉપયોગ કરી આ સંપત્તિ દેશમાં પરત લાવી શકાય છે. મારા પિતાનાં સંશોધન અનુસાર લુંટમાં લઈ જવાયેલી સંપત્તિ મહમંદ ગઝનીની કબર નજીક ભુગર્ભમાં બનાવેલા કોઈ ભોંયરામાં રાખવામાં આવેલી છે.
એક મુસ્લિમ યુવક દ્વારા સોમનાથ મંદિરના જાહોજહાલીભર્યા વારસાને પુનઃપ્રસ્થાપિત કરવાનાં પ્રયાસો અને મહમંદ ગઝની દ્વારા લુંટ કરી લઈ જવામાં આવેલી સંપત્તિ પરત લાવવાની ચળવળ અને જુસ્સાને બિરદાવી રહ્યા છે,
આ પણ વાંચો :
સાવધાન! આજથી શરૂ થઈ શનિની સાડાસાતી, 5 રાશિઓ માટે કપરો સમય, 3 રાશિ પનોતીમાંથી મુક્ત થશે
આકાશમા 1,075 વર્ષ બાદ સર્જાશે દુર્લભ યોગ, 4 ગ્રહો એક લાઈનમાં આવી જશે