Planetary Parade: 1,075 વર્ષ બાદ આકાશમાં સર્જાશે દુર્લભ યોગ, એક લાઈનમાં જોવા મળશે 4 ગ્રહ
Rare Combination: આ સપ્તાહ શનિ, મંગળ, શુક્ર અને બુધ એક લાઈનમાં રહેશે. આ દુર્લભ નજારો નરી આંખે જોઈ શકાય છે. આ દુર્લભ સંયોજન સૂર્યોદયના એક કલાક પહેલાથી પૂર્વીય આકાશમાં જોવા મળશે
Trending Photos
Space Science:આ સપ્તાહ બ્રહ્માંડમાં બહુ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેને ખુલી આંખોથી જોઈ શકાય છે. આ સપ્તાહ શનિ, મંગળ, શુક્ર અને બુધ ગ્રહો એક લાઈનમાં જોવા મળશે. આ પહેલા આ નજારો 947 AD માં જોવા મળ્યો હતો. સૂર્યોદયથી એક કલાક પહેલા જ આકાશમાં આ દુર્લભ સંયોગ બનશે.
સૂર્યોદયથી એક કલાક પહેલા દેખાશે
તારામંડળ ગ્રહ પરેડના ડાયરેક્ટર ડો.એસ. પટનાયકે જણાવ્યુ કે, આ સપ્તાહ આકાશી પરેડમાં શનિ, મંગળ, શુક્ર અને બુધ (Saturn, Mars, Venus & Jupiter) એક લાઈનમાં આવી જશે. આ પહેલા આ દુર્લભ સંયોજન 947 AD માં થયો હતો. જેને નરી આંખે જોઈ શકાય છે. આ સંયોજન સૂર્યોદયથી એક કલાક પહેલા પૂર્વીય આકાશમાં જોવા મળશે.
Saturn, Mars, Venus&Jupiter will align in a parade this week. It's a rare combination, same took place in 947 AD*. It can be seen with naked eye. Will appear in eastern sky before an hr the sunrise:Dr S Pattnaik, Dy Director, Pathani Samanta Planetarium on planetary parade(26.04) pic.twitter.com/5ifIq138ag
— ANI (@ANI) April 26, 2022
આ દેશમાં જોવા મળશે
ઉત્તરી ગોળાર્ધ એટલે કે ઈક્વેટર લાઈનના ઉપરી ભાગમાં આવેલા દેશઓમાં આ સુંદર નજારો જોવા મળી શકશે. ભારતમાં પણ આ નજરો સરળતાથી માણવા મળશે. જોકે, જો આકાશ પ્રદૂષણમુક્ત હોવ તો જ આ નજારો માણવા મળી શકે છે. જો તમે આ દુર્લભ ક્ષણના સાક્ષી બનવા માંગો છો તો તમને સૂર્યોદયથી પહેલા પૂર્વીય દિશામાં આકાશ તરફ જોવુ પડશે.
નજીક નહિ આવે ગ્રહો
જેટ પ્રોપલ્શન લેબોરેટરીનું કહેવુ છે કે, ગ્રહોનું આ રીતે લયબદ્ધ થવાનો મતલબ એ નથી કે, તમામ ગ્રહ એકબીજાની નજીક આવવાના છે. હજી પણ આ ગ્રહો અંતરિક્ષમાં એકબીજાથી અરબો કિલોમીટર અંતર પર છે. હકીકતમાં, આ ખગોળીય સ્થિતિ આ માટે પેદા થઈ રહી છે કે, સૂર્યની પરિક્રમા કરતા પૃથ્વી પોતાની કક્ષામાં સતત ફરી રહી છે અને આ કારણે દર મહિને ગ્રહોની સ્થિતિ બદલાઈ રહી છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે