આણંદ: 3.5 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ કરનાર 44 વર્ષના નરાધમને ફાંસી
એક તરફ દેશમાં બળાત્કારની ઘટનાઓ પ્રત્યે લોકોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આવી ઘટનામાં કુદકેને ભુસકે વધારો પણ થઇ રહ્યો છે. દેશમાં બળાત્કાર અને તેની ઘટનાઓને ધ્યાને રાખી નરાધમો પર તપાસ અને ફાંસીની પ્રક્રિયા થવી જોઇએ તેવા સુર ઉઠ્યા છે. તેવામાં આજે આણંદની ન્યાયાલયે એક દુષ્કરમ અને હત્યાના કેસમાં નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2017ની હતી. જેમાં 3 વર્ષની એક માસુમ બાળાને આરોપીએ પીંખી નાખી હતી. જેને હાલ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
આણંદ : એક તરફ દેશમાં બળાત્કારની ઘટનાઓ પ્રત્યે લોકોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આવી ઘટનામાં કુદકેને ભુસકે વધારો પણ થઇ રહ્યો છે. દેશમાં બળાત્કાર અને તેની ઘટનાઓને ધ્યાને રાખી નરાધમો પર તપાસ અને ફાંસીની પ્રક્રિયા થવી જોઇએ તેવા સુર ઉઠ્યા છે. તેવામાં આજે આણંદની ન્યાયાલયે એક દુષ્કરમ અને હત્યાના કેસમાં નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આ ઘટના વર્ષ 2017ની હતી. જેમાં 3 વર્ષની એક માસુમ બાળાને આરોપીએ પીંખી નાખી હતી. જેને હાલ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
સાવધાન ! સ્વામીનારાયણ સંપ્રદાયના સંતની મિત્રતાની કિંમત યુવાને પોતાનો જીવ ગુમાવીને ચુકવી પડી
3 વર્ષ જુની આ ઘટનાની વિગત અનુસાર 2017માં ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ભીણાવ ગામમાં એક 3.5 વર્ષની એક બાળકીના અપહરણનો ગુનો નોંધાયો હતો. જેમાં તપાસ કરતા તેની સાથે દુષ્કર્મ અને બાદમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. આ ચુકાદા વિશે માહિતી આપતા સરકારી વકીલ નીતા પટેલે જણાવ્યું કે, ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના ફીણવા ગામે આ ગુનો બન્યો હતો. જેમાં આરોપી રાજેશની ધરપકડ થઇ હતી. આજે આ ગુનામાં સ્પેશિયલ પોસ્કો કોર્ટે સજા ફરમાવી છે. હાઇકોર્ટમાં બહાલી માટે મોકલવામાં આવી છે.
Gujarat Corona Update: 1381 નવા કેસ નોંધાયા, 11નાં મોત, 1383 દર્દીઓ સાજા થયા
આ કેસમાં સજા પામનાર વ્યક્તિ રાજેશ વાઘરી પર 3.5 વર્ષની એક માસુમ બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારી અને હત્યા નીપજાવવાનો આરોપ હતો. નરાધમે કરેલા કૃત્ય કોર્ટમાં સાબીત થતા આજે કોર્ટે તેને સજા ફટકારી છે. જ્યારે દેશમાં આજે ફાંસી અને બળાત્કારનો મુદ્દો ગુંજી રહ્યો છે, ત્યારે જ ગુજરાતના એક નાનકડા ગામમાં 3 વર્ષ પહેલા ઘટેલી ઘટનામાં એક ગુનેગારને સજા ફટકારવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube