બુરહાન પઠાણ/આણંદ :બરવાળામાં કેમિકલ કાંડનાં કારણે 39 લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના હજી તાજી છે. ગુજરાતમાં બેરોકટોક દારૂ વેચાય છે તેમાં કોઈ બેમત નથી. અહીં માંગો એટલો અને માંગો ત્યારે દારૂ મળે છે. પરંતુ દારૂબંધીના નામે ગુજરાતમાં હલકી કક્ષાનો અને ક્યારેય કેમિકલ મિક્સ કરેલો દારૂ વેચાતો હોય છે. જે પીનારાઓના ઝેર સમાન છે. ત્યારે આણંદ જિલ્લાની આંકલાવ પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેકટરી ઝડપી પાડી છે. આ મિની ફેકટરીમાં વિવિધ બ્રાન્ડનો ડુપ્લીકેટ દારૂ બનાવી વેચવામાં આવતો હતો. આંકલાવ પોલીસે એક આરોપી સહિત બનાવટી દારૂ બનાવવાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરવાળામાં કેમિકલ કાંડ સર્જાયા બાદ રાજ્યના તમામ જિલ્લાઓની પોલીસ એલર્ટ થઈ છે અને દેશી વિદેશી દારૂના વેપારીઓ ઉત્પાદકો અને વેચાણ કરતા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. ત્યારે આણંદના આંકલાવ પોલીસે બાતમીનાં આધારે ભેટાસી ગામમાં દરોડો પાડી વિદેશી દારૂ બનાવવાની મિની ફેકટરી ઝડપી પાડી છે.


આ પણ વાંચો : અમેરિકામાં પકડાયેલા પટેલ યુવકોનું IELTS કૌભાંડનું કનેક્શન નવસારી પહોંચ્યું, થયો મોટો ખુલાસો


પોલીસે બાતમી આધારે ભેટાસી ગામમાં આવેલ માંડવા પુરા સીમના એક ખેતરમાં આવેલ કુવાની ઓરડીમાં જ્યારે રેડ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે અહીં દેશી નહિ, પરંતુ બનાવટી વિદેશી દારૂ બનવવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી ભેટાસીના સુરેશ ઉર્ફે ચકો ભાઈલભાઈ માળીને પકડ્યો છે. સ્થળ ઉપરથી પોલીસે વિદેશી દારૂ બનાવવાના સાધનો કેમિકલ અને વિવિધ બ્રાન્ડના લેબલો વાળી બોટલો પણ કબ્જે લીધી છે. 


આ પણ વાંચો : ડરામણું સત્ય : દવાના પેકેજિંગમાં રહેલુ પ્લાસ્ટિક તેમાં ભળે તો દવા બની શકે છે ઝેર



રાજસ્થાનથી આવતો હતો દારૂ બનાવવાનો સામાન
મહત્વનું છે કે આ આખું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી ચાલતું હતું. બનાવટી દારૂ બનાવવા માટેનું કાચું મટીરીયલ રાજસ્થાનથી આવતું હતું. રાજસ્થાનનાં ડુંગરપુરનો મુખ્ય સુત્રધાર અમૃતલાલ હેમચંદજી જૈન રાજસ્થાનથી રો મટીરીયલ્સ મોકલતો હતો અને અહીં મિની ફેક્ટરીમાં નકલી દારૂ તૈયાર થાય એટલે રાત્રિનાં સુમારે આવીને લઈ જતો હતો. આ નકલી દારૂની પ્રોસેસ કરવા માટે પણ રાજસ્થાનથી માણસો આવતા હતા. 


આ પણ વાંચો : બુટલેગરોની બદનામ ગલીના કુખ્યાત નામદાનની કરમ કુંડળી, નિવૃત પોલીસ કર્મીનો પુત્ર કેવી રીતે બન્યો લિસ્ટેડ બુટલેગર 


પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યુ કે, આ સ્થળે રોજની ક 40 પેટી વિદેશી બનાવટી દારૂ તૈયાર થતો હતો અને ત્યાર બાદ તે બુટલેગરો સુધી પહોંચાડવામાં આવતો હતો. હાલ પોલીસે સુરેશ માળીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ બાદ બનાવટી વિદેશી દારૂ માટે કેમિકલ એસેન્સ અને કાચું મટીરીયલ કયા વેપારીઓ પાસેથી લાવવામાં આવતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે તેવું પેટલાદના ડીવાયએસપી જેએસ દેસાઈએ જણાવ્યું.