આણંદ પોલીસે મહારાષ્ટ્રના યુવાનનું પરિવાર સાથે કરાવ્યું મિલન
પોતાના પરિજન માટે કુંટુબની લાગણીઓ વિશેષ હોય છે તેમાંય ઘરના વડીલો તેમના વંશજ માટે અનહદ પ્રેમ હોય છે. ત્યારે આવા કોઇ વ્યક્તિથી છુટા પડવાનો દર્દ પણ અસહ્ય હોય છે. પણ આ અસહ્ય દર્દ ને સમજનાર ઇશ્વર પરની શ્રદ્ધા પણ ભગવાન ચોક્કસ નોંધતો હશે
જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: પોતાના પરિજન માટે કુંટુબની લાગણીઓ વિશેષ હોય છે તેમાંય ઘરના વડીલો તેમના વંશજ માટે અનહદ પ્રેમ હોય છે. ત્યારે આવા કોઇ વ્યક્તિથી છુટા પડવાનો દર્દ પણ અસહ્ય હોય છે. પણ આ અસહ્ય દર્દ ને સમજનાર ઇશ્વર પરની શ્રદ્ધા પણ ભગવાન ચોક્કસ નોંધતો હશે. આ વાત અહીં એટલા માટે લખવી પડી છે કારણકે ઇશ્વર ક્યાંકને ક્યાંક છે અને એ વાત આપણા સૌ માટે ત્યારે સાચી બને છે. જ્યારે કોઇ એવી ઘટના બને છે જે જાણે અશક્ય બની ગઇ હોય.
આવી જ ઘટના બની મહારાષ્ટ્ર (Maharashtra) બુલઢાણ જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર મલ્કાપુરમાં સર્જાઇ હતી. ડવલે પરિવારનો માનસિક અસ્વસ્થ ૨૫ વર્ષીય યુવાન ગુમ થાય છે અને પરિવાર આકુળ વ્યાકુળ થતા તેની શોધખોળ કરે છે. ઘર પરિવાર કુટુંબીજન અને જાણતા પરિચીત લોકોના સંપર્ક કર્યા બાદ પણ યુવાન દીકરાની કોઇ ભાળ મળતી નથી. તેથી પોલીસ (Police) ફરીયાદ પણ કરે છે દીવસોના દીવસો વિતે છે.
હીંમત હારેલુ આ પરિવાર ભગવાન સામે પ્રાર્થના કરી આશા રાખી બેઠુ હોય છે કે ઇશ્વર એક દીવસ તેમના યુવાન દીકરાને ચોક્કસ મળાવશે. પણ સાથે એવા સવાલો પણ મનમાં ભાર વધારતા હશે કે યુવાન દીકરો ક્યાં હશે ? એને શું થયુ હશે? એ સલામત હશે કે કેમ? અને બીજા કેટલાય વિચારો સાથે પોતાના રાત દીવસ બસ દીકરાની યાદમાં વિતાવતા હતા.
ડેપ્યુટી બેંક મેનેજરના પિતાને ફોન કરી કહ્યું નેહા શર્મા બોલું છું!!! પછી લાગી ગયો ચૂનો
આ સમગ્ર બાબત મહારાષ્ટ્રના ગુજરાત (Gujarat) થી સેંકડો કીમી દુરના પરિવારની છે. ત્યારે તેવામાં આણંદ પોલીસને રસ્તામાં ફરતો ભટક્તો યુવાન વ્યકિત મળી આવે છે, ત્યારે આવા યુવાન માટે આણંદ (Anand) ની સંવેદનશીલ પોલીસ પણ પોતાના નૈતિકતાના આધારે આ યુવાનને નરમાશથી સમજાઇ શકાય તેમ પુછપરછ કરે છે. અજાણ્યો યુવક પોલીસ સાથે સરળતાથી વાત કરે તે માટે આણંદ પોલીસ તેને જમાડે છે.
તેની સાથે પ્રાથમિક પુછપરછ પીએસઆઇ રુપાભાઇ નાગોલ વાતચીતની પદ્ધત્તિથી કરે છે. જોકે આટલામાં જ આણંદ પોલીસ સમજી જાય છે કે આ યુવક માનસિક સ્વસ્થ નથી. તે જોતાં પોલીસ તેનો સામાન તપાસે છે તેમાંથી મળેલા આધાર કાર્ડના આધારે તેનું નામ શ્રીરામ વસંત ડોવલે હોવાનું જણાય છે સાથે તેનું સરનામુ પણ મળે છે.
રાજ્યમાં ફાયરસેફ્ટી મુદ્દે હાઇકોર્ટમાં સુનવણી, હાઇકોર્ટે સરકારનો ઉઘડો લીધો
આણંદ પોલીસ (Anand Police) પણ તુરંત આ યુવકની ઓળખ મુજબ મહારાષ્ટ્રના બુલઢાણા જીલ્લાના ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરી સમગ્ર બાબત જણાવે છે. અને અહી મહારાષ્ટ્રની આ બુલઢાણા ગ્રામ્ય પોલીસ પણ ગુમ થયેલ યુવકની ફરીયાદ મળી હોવાનું કહે છે જેથી આણંદ પોલીસને શ્રીરામ (Shriram) ના પરિવારનો સંપર્ક મળે છે.
મહારાષ્ટ્રમાં ગુમ થયેલ આ એજ યુવાન હોય છે જેનો પરિવાર છેલ્લા ૧ મહીનાથી પોતાના દીકરાની ભાળ નહી મળતા હોવાને લઇને ચિંતીત હોય છે ત્યારે આ સમાચાર જાણતા તેઓ આણંદ પંહોચે છે અને પોતે ખેડુત હોવાનું કહે છે. ગત માસની ૧૨ તારીખે પોતે ખેતરમાં હોવાના સમયે આ યુવાન દીકરો ઘરેથી જ ચાલ્યો ગયા હોવાની હકીકત પણ જણાવે છે.
લ્યો બોલો સોસાયટીમાંથી મળી દારૂ ભરેલી કાર, પાર્કિંગમાં સંતાડ્યો હતો દારૂ
આમ શ્રીરામ વસંત ડોવલે નો ૧ માસ બાદ આણંદ ખાતે પોલીસની મદદે પરિવાર સાથે ભેટો થાય છે. કડક વલણ માટે પોલીસ ના કિસ્સા સાંભળવા મળતા રહે છે. ત્યારે આણંદ પોલીસે (Anand Police) એ વાતનું પણ ઉદાહારણ બેસાડ્યુ છે કે જરુરી કિસ્સામાં કુમળા હ્રદયે અને સમજણથી હળવાશથી પણ પોલીસ જવાબદારી નિભાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube