આણંદ પોલીસે આરોપીઓને ઝડપી બે ગુનાઓનો ભેદ ઉકેલ્યો, બે મહિલા સહિત પાંચ ની ધરપકડ
આણંદ શહેરમાં (Anand City) ટાઉનહોલ સામે આવેલી અંગના સ્ટોરનું શટર તોડી રોકડ રકમ અને રેડીમેડ ગારમેન્ટસની ચોરી (Theft) કરનાર ટોળકીને આણંદ ટાઉન પોલીસે (Anand Police) શહેરની ખાઉધરા ગલીમાંથી ઝડપી પાડી આણંદ (Anand) અને નડીયાદમાં (Nadiad) થયેલી ચોરીનાં બે ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો
આણંદ: આણંદ શહેરમાં (Anand City) ટાઉનહોલ સામે આવેલી અંગના સ્ટોરનું શટર તોડી રોકડ રકમ અને રેડીમેડ ગારમેન્ટસની ચોરી (Theft) કરનાર ટોળકીને આણંદ ટાઉન પોલીસે (Anand Police) શહેરની ખાઉધરા ગલીમાંથી ઝડપી પાડી આણંદ (Anand) અને નડીયાદમાં (Nadiad) થયેલી ચોરીનાં બે ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
આણંદ શહેરમાં (Anand City) ટાઉનહોલ સામે આવેલી અંગના સ્ટોર નામની રેડીમેડ ગારમેન્ટસની દુકાનમાં રાત્રીનાં સુમારે તસ્કરોએ શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી રોકડ રકમ, ચાંદીનાં સિક્કા અને તૈયાર વસ્ત્રોની ચોરી (Theft) કરી ફરાર થઈ ગયા હતા. દુકાન માલિક કલ્પેશ શાહને સવારે દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતા આણંદ ટાઉન પોલીસને (Anand Police) જાણ કરી હતી. શટર તોડી દુકાનમાં ચોરી કરવાની ધટનાને લઈને આણંદ ટાઉન પોલીસ દ્વારા દુકાનનાં સીસીટીવી (CCTV) કેમેરાની ચકાસણી કરતા ત્રણ સ્ત્રીઓ અને ત્રણ પુરુષો મળી છ જણા દુકાનની બહાર ઓટલા પર બેઠેલા અને જે પૈકી ત્રણ યુવકો દુકાનનું શટર તોડતા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા જણાતા પોલીસે તપાસ આરંભી હતી.
આ પણ વાંચો:- સરકારી નોકરીની તક ફરી એકવાર આવી, ગુજરાતની આ નગરપાલિકામાં ખૂલી છે ભરતી
આણંદ ટાઉન પોલીસે તપાસ કરતા આ ચોર ટોળકી આણંદ વિદ્યાનગર રોડ પર આવેલી ખાઉધરા ગલીમાં બેઠી હોવાની બાતમી મળતા આણંદ ટાઉન પોલીસે ગણતરીનાં સમયમાં જ ચોર ટોળકીને ઝડપી પાડી હતી અને પુછપરછ કરતા આ ચોર ટોળકીએ અંગના સ્ટોરમાં તેમજ નડીયાદમાં પણ એક દુકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઉજૈનની શોનિયા ગોકુલ સોલંકી, ઈન્દોરનાં સુરેશ પારઘી, રાહુલ ગર્ગ, શાહરૂખ દિલાવર ચૌહાણ અને ખુશી તિલકસિંઘ સોલંકી સહીત પાંચ આરોપીઓની ચોરીનાં ગુનામાં ધરપકડ કરી હતી. જયારે એક ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:- તાલીબાનોની ગુજરાતમાં એન્ટ્રી? મહિલા પર અત્યાચારનો આવો વીડિયો ક્યારે નહી જોયો હોય
આ ચોર ટોળકી રાત્રિના સમયે બંધ દુકાનોનાં ઓટલા પર ઊંઘવાનો ઢોંગ રચી દુકાન આગળ સુઈ જઈને દુકાનનું શટર તોડી ચોરી કરતાં હતા. તેમજ કોઈ વાહન કે રાહદારી આવે તો તે ઓટલા પર સુઈ જતા અને વાહન કે રાહદારી પસાર થઈ જાય એટલે ફરી બેઠા થઈને શટર તોડતા હતા. આ સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયેલી મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube