બુરહાન પઠાણ/આણંદ: આણંદની એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે આણંદ શહેરમાં ભાલેજ રોડ પર મોટા મદ્રેસા નજીક લકજરી બસમાંથી 79.060 કિલો ગ્રામ માદક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડી લકજરી બસ સાથે 17.93 લાખની રકમનો મુદ્દામાલ કબ્જે કરી આણંદ ટાઉન પોલીસ મથકે નાર્કોટીકસ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ધબધબાટી બોલાવશે મેઘો! ખાડીની સિસ્ટમ ફરીથી આવી રહી છે ગુજરાત તરફ, આ તારીખથી વરસાદ


આણંદની એસઓજી પોલીસની ટીમને બાતમી મળી હતી કે આણંદ શહેરમાં ભાલેજ રોડ પર ગોલ્ડન સોસાયટીમાં રહેતો ફિરોજભાઈ ખલીફા નામનો શખ્સ નશીલા પદાર્થ લકજરી બસમાં ગાંજાની હેરાફેરી કરે છે અને હાલમાં ભાલેજ રોડ પર મોટા મદ્રેસા નજીક પાર્ક કરેલી લકઝરી બસમાં ગાંજો લઈને બેઠો છે, બાતમીનાં આધારે એસઓજી પોલીસની ટીમે છાપો મારીને લકજરી બસની તલાસી લેતા લકજરી બસમાં છેલ્લી સ્લીપર સીટમાં કપડાથી ઢાંકીને રાખેલા ભુરા રંગનાં 16 ઝભલા મળી આવ્યા હતા, જેની તપાસ કરતાતેમાં વનસ્પતીજન્ય માદક પદાર્થ 79.060 કિલોગ્રામ મળી આવતા પોલીસે માદક પદાર્થ ગાંજો. એક મોબાઈલ ફોન અને લક્જરી બસ સાથે 17.060 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે લકઝરી બસમાં બેઠેલા ફિરોજભાઈ અબ્દુલરહેમાન ખલીફાની ધરપકડ કરી હતી.


તિરુપતિના પ્રસાદમાં 'ચરબી'ની ભેળસેળ મામલે સરકાર એક્શનમાં, નડ્ડાએ માંગ્યો રિપોર્ટ


આ બનાવ અંગે એસઓજી પોલીસે ગાંજા સાથે ઝડપી પાડેલા ફિરોજ ખલીફાની પુછપરછ કરતા આ ગાંજાનો જથ્થો દાતાર મહેસાણા ખાતેથી એક શખ્સે આ ગાંજાનો જથ્થો ભરી આપ્યો હતો, તેમજ આ બનાવમાં આણંદનાં ઈમરાન ઈશાક ઉર્ફે બાબાકી ધુમ ખલીફા અને ઇમરાન પલાવ પણ સંડોવાયેલા હોવાની કબૂલાત કરતાં પોલીસે આણંદ ટાઉન પોલીસ મથકે ફિરોજ ખલીફા અને ઈમરાન ઈસાક ઉર્ફે બાબાકી ધુમ ખલીફા, ઇમરાન પલાવ અને દાતાર ખાતેથી ગાંજો ભરી આપનાર શખ્સ સહિત ચાર શખ્સો વિરુદ્ધ નાર્કોટીકસની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ઈમરાન ઈશાક સહીત ત્રણ આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.


આવતીકાલે બનશે શશ યોગનો શુભ સંયોગ, વૃશ્ચિક સહિત આ 5 રાશિઓ પર શનિદેવ વરસી પડશે