આણંદ : આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મગિની વર્તાઇ રહેલી અસર સામે તેમજ કોરોના વાયરસની મહામારી વચ્ચે  આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં આજે 11 હજાર દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી નવો ચિલો ચાતર્યો હતો. અને લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો. આજે ગ્લોબલ વોર્મિંગની વર્તાઈ રહેલી અસરો અને કોરોના વાયરસ સામે વિદ્યાનગરમાં સ્ટ્રાઈકર ગ્રુપ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. આજે  છાણાંની હોળી વિસરાઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારનો આ એક નિર્ણય અને સરકારી નોકરીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓની બલ્લે બલ્લે


જ્યારે હોળી સાચા અર્થમાં ગાયના છાણામાંથી જ પ્રગટાવવાનો રિવાજ હતો. પર્વની ઉજવણીમાં આપણી પરંપરાઓ વિસરાઈ રહી છે. વાસ્તવમાં દાયકાઓ પૂર્વે છાણાંની હોળી પ્રગટાવવામાં આવતી હતી. પરંતુ આજે હોળીના પર્વે હોળી પ્રગટાવવા માટે આડેધડ વૃક્ષો કાપવામાં આવે છે. દેખાદેખીમાં વૃક્ષોનું નિકંદન કાઢી હોળી પ્રગટાવવામાં લાખો ટન લાકડું સળગાવી દેવામાં આવે છે અને પર્યાવરણને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવે છે. 


કચ્છીઓ પાસે તો 'પુષ્પા' પણ પાણી ભરે છે, આ જોઇને પુષ્પા આત્મહત્યા કરી લેશે


દેખાદેખીની આંધળી દોટમાં કેટલાક લોકો સૌથી મોટી હોળી સળગાવવાની હરિફાઈ કરે છે. આવી સ્થિતિમાં વૃક્ષોનું જ નિકંદન નીકળે છે. કેટલાક સ્થળે હોળીમાં ટાયરોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જેમાંથી નીકળતો કાર્બન મોનોકસાઈડ ઝેરી હોવાથી પ્રદૂષણ ફેલાવવા સાથે શરીરને પણ નુકશાન પહોંચાડે છે. સ્ટ્રાઈકર પરિવારનાં યુવાનો દ્વારા વિજ્ઞાનનાં ઋતુચક્ર અને કાર્બનચક્રના પ્રકરણમાંથી પ્રેરણા લઈ વૈદિક  હોળી પ્રગટાવી હતી. 11 હજાર દેશી ગાયના છાણાંની વૈદિક હોળી પ્રગટાવી સમાજને નવી રાહ ચિંધવાનું કામ કર્યું હતું. આ હોળીમાં કપુર ઉપરાંત અનેક એવા આયુર્વેદિક તત્વો પધરાવવામાં આવ્યા હતા જેનાથી ન માત્ર પર્યાવરણને પરંતુ હોળીની પ્રદક્ષીણા કરનારા લોકોને પણ ફાયદો થાય. હોળીમાં અનિષ્ટ શક્તિઓની સાથે ધર્મ અને જાતિવાદ પણ સળગીને નષ્ટ થાય તે માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube