નેહરુ બ્રિજ વિસ્તારમાં 50 લાખની દિલધડક લૂંટ, ત્રણ લોકો એક્ટિવા પર આવીને થેલો ઝુંટવી ફરાર
આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ લઈને સીજી રોડથી કાલુપુર લઈ જઈ રહ્યા હતા, તે સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. હાલ આ ઘટનાને પગલે નવરંપુરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
ગૌરવ પટેલ/અમદાવાદ: અમદાવાદનાં નહેરૂ બ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. નેહરુ બ્રિજ વિસ્તારમાં સમી સાંજે 50 લાખની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. ત્રણ લોકો એક્ટીવા પર આવીને કર્મચારી પાસેથી રોકડ રકમ ઝુંટવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીના કર્મચારીઓ રોકડ રકમ લઈને સીજી રોડથી કાલુપુર લઈ જઈ રહ્યા હતા, તે સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. હાલ આ ઘટનાને પગલે નવરંપુરા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
BIG BREAKING: TET-1 નું 2022-23નું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર કરો ચેક
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રતનપુરનાં ડિ નરેશ આંગડિયા પેઢીનાં કર્મચારી કમલેશ અને છગનલાલ બંને એક્ટિવા લઇને સીજી રોડ પરથી ફોરેન એક્સચેન્જમાંથી 50 લાખ લઇને નીકળ્યા હતા. ત્યારબાદ બન્ને જમાં આશ્રમ રોડ થઇને નહેરૂબ્રીજ થઇને લાલ દરવાજાથી કાલુપુર તેમની આંગડિયા ઓફિસે જઇ રહ્યા હતા. ત્યારે પાછળથી ત્રણ લોકો ટુ વ્હીલર પર આવ્યા હતા અને સાઇડમાં વાહન રાખી બેલેન્સ ગુમાવે એવી રીતે બેગ ખેંચીને ભાગીને જતા રહ્યા હતા. કમલેશ અને છગનલાલ વાહન પર જતા હતા ત્યાં વચ્ચે વાહનની આગળ થેલો મૂકેલો હતો.
પાક.થી રાજકોટમાં સૌથી મોટી હેરોઇનની હેરાફેરી, કેવી રીતે ઓપરેશન ડ્રગ્સ પાર પાડ્યું!
તે દરમ્યાન ત્રણ શખ્શો એક્ટિવા ઉપર આવી આંગડીયા પેઢીનાં કર્મચારીનો રોક્યો હતો. ત્યારે આંગડિયા પેઢીનો કર્મચારી કંઈ સમજે તે પહેલા જ 50 લાખ ભરેલી બેગ લઈને ત્રણ શખ્શો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ગુજરાતની ચૂંટણી જીતવા ભાજપે નાણાંની કોથળી ખોલી દીધી, આ MLAએ કર્યો સૌથી વધારે ખર્ચ