પાકિસ્તાનથી રાજકોટમાં સૌથી મોટી હેરોઇનની હેરાફેરી, જાણો કેવી રીતે ઓપરેશન ડ્રગ્સ પાર પાડ્યું!
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: ગુજરાત એ.ટી.એસને ફરી એક વખત ડ્રગ્સને લઇને મોટી સફળતા મળી છે. રાજકોટ નજીક આવેલા ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે થી ગુજરાત એ.ટી.એસ દ્વારા 214 કરોડની કિંમતનું 30 કિલો 600 ગ્રામ હેરોઇન ડ્રગ્સ સાથે નાઇઝીરીયન શખ્સની ધરપકડ કરી છે. કોમર્શિયલ કોર્ટમાં આરોપીને રજૂ કરતા કોર્ટે આરોપીના 12 દિવસનાં પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, ડ્રગ્સનું કન્સાઇમેન્ટ પાકિસ્તાનથી આવ્યું હતું અને દિલ્હી પહોંચાડવાનું હતું. પોલીસ સુત્રોનું કહેવું છે કે, આરોપી નાઇઝીરીયન શખ્સ લોરેન્સ બિશ્નોઇ કેસમાં ઝડપાતા ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ રાજકોટ હોવાનું ખુલ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધું તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાને ફરી એક વખત ડ્રગ્સનાં સપ્લાઇ માટે ગુજરાતનો દરિયા કિનારો પસંદ કર્યો છે. ગુજરાત એ.ટી.એસ દ્વારા સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ડ્રગ્સનાં કન્સાઇમેન્ટનું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, દિલ્હીમાં રહેતા નાઇઝીરીયન શખ્સ ઇક્વુનાઇફ ઓકાફોર મર્સિની લોરેન્સ બિશ્નોઇ કેસમાં અટકાયત કરી તપાસ કરવામાં આવતી હતી. જેમાં તેને ગુજરાત થી દિલ્હી હેરોઇન ડ્રગ્સનો મોટો જથ્થો આવવાનો હોવાની માહિતી પોલીસને આપી હતી. જેનાં આધારે ગુજરાત એ.ટી.એસ નાઇઝીરીયન શખ્સને લઇને ગઇકાલે રાત્રે રાજકોટ પહોંચી હતી.
ગુજરાત એ.ટી.એસને મળેલી માહિતી આધારે, રાજકોટ-જામનગર રોડ પર પડધરી તાલુકાનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે 30 કિલો 600 ગ્રામ ડ્રગ્સને લઇને તપાસ શરૂ કરી હતી. જેમાં ગુજરાત એ.ટી.એસને સફળતા મળી હતી અને 214 કરોડની કિંમતનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું. ગુજરાત એ.ટી.એસ નાઇઝીરીયન શખ્સ સામે એન.ડી.પી.એસ હેઠળ ગુનો દાખલ કરી કોમર્શિયલ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે 12 દિવસનાં પોલીસ રીમાન્ડ મંજૂર કરતા ગુજરાત એ.ટી.એસની ટીમ આરોપીને લઇને અમદાવાદ જવા રવાનાં થઇ હતી.
કેવી રીતે ઓપરેશન ડ્રગ્સ પાડ્યું પાર..
ગુજરાતમાં ધુસાડવામાં આવતા ડ્રગ્સ પર ગુજરાત એ.ટી.એસએ સફળ સ્ટ્રાઇ કરી છે. 214 કરોડનાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા નાઇઝીરીયાનાં શખ્સને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. સરકારી વકિલ એસ.કે.વારાએ સરકાર પક્ષે આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકિલ એસ.કે. વોરાએ જણાવ્યું હતું કે, અનવર નામનાં શખ્સે હેરોઇન ડ્રગ્સનું કન્સાઇમેન્ટ પાકિસ્તાન થી સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે મોકલ્યું હતું. જે ડ્રગ્સનો જથ્થો જાફરી નામનાં શખ્સે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે સ્વિકાર્યું હતું.
રાજકોટથી દિલ્હી બબલુ નામનો શખ્સ પહોંચાડવાનો હતો. 10-10 કિલોનાં ત્રણ પેકેટમાં કન્સાઇમેન્ટ આવ્યું હતું. જેનાં પર દિલ્હીનું એડ્રેસ હતું. ગુજરાત એ.ટી.એસએ ડ્રગ્સ કબ્જે કરી નાઇઝીરીયન શખ્સની દિલ્હી થી અટકાયત કરી હતી. હાલ પોલીસે સમગ્ર ઓપરેસન પાર પાડીને યુવાધનને ડ્રગ્સનાં રવાડે ચડતા રોક્યું છે. પોલીસ સમગ્ર મામલે 12 દિવસ તપાસ કરશે તેમાં શું બહાર આવે છે તે આધારે આગળ પોલીસ રીમાન્ડની માંગણી કરવામાં આવશે.
ગુજરાતનાં 1600 કિલો મીટરનાં દરિયાકાંઠાને પાકિસ્તાન અવાર-નવાર ડ્રગ્સ ઉતારવા માટે ઉપયોગમાં લઇ રહ્યું છે. દરિયાકાંઠાની સુરક્ષા વધારવાને લઇને ગુજરાત સરકાર પણ હરકતમાં છે. ત્યારે ફરી એક વખત પાકિસ્તાને ગુજરાતનાં દરિયાકાંઠાને ડ્રગ્સનાં લેન્ડિંગ તરીકે પસંદગી કરી છે. ત્યારે ગુજરાત એ.ટી.એસે ઝડપેલા નાઇઝીરીયન શખ્સની પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહિં ડ્રગ્સ લેન્ડ કરાવનાર અને પહોંચાડનાર શખ્સની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે