કોરોના વાયરસ ને પગલે સિનિયર સિટીઝનો ને મદદ પોહચાડી રહી છે પોલીસની SHE TEAM
રાજ્યભરમાં કોરોના વાયરસના જે પોઝીટીવ કેસ મળી રહ્યા છે તેને પગલે અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની નૈતિક પર જ આ સિવાય સામાજિક ફરજ પણ અદા કરી રહી છે. અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક સિનિયર સિટીઝનો એકલવાયુ જીવન જીવી રહ્યા છે. જેને મદદ પહોંચાડવા મહિલા SHE TEAM સીનીયર સીટીઝનના ઘરે જઈ સેનેટ રાઈઝર અને માસ્ક આપી રહી છે. સાથે જ કોરોના વાયરસ અંગે માહિતગાર કરી જાણકારી આપી રહી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : રાજ્યભરમાં કોરોના વાયરસના જે પોઝીટીવ કેસ મળી રહ્યા છે તેને પગલે અમદાવાદ પોલીસ વધુ સતર્ક બની નૈતિક પર જ આ સિવાય સામાજિક ફરજ પણ અદા કરી રહી છે. અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક સિનિયર સિટીઝનો એકલવાયુ જીવન જીવી રહ્યા છે. જેને મદદ પહોંચાડવા મહિલા SHE TEAM સીનીયર સીટીઝનના ઘરે જઈ સેનેટ રાઈઝર અને માસ્ક આપી રહી છે. સાથે જ કોરોના વાયરસ અંગે માહિતગાર કરી જાણકારી આપી રહી છે.
Corona LIVE: રાજ્યમાં 30 કેસ પોઝીટીવ, પાંચ જિલ્લાઓનું આવન જાવન સંપુર્ણ બંધ
ઉલ્લેખનીય છે કે અનેક સિનિયર સિટીઝનોને ઘરેથી બહાર કેમ ન નીકળવું અને ખતરનાક બનેલા કોરોના વાઇરસ સિનિયર સિટીઝનોને પ્રકોપમાં ઝડપથી સંક્રમિત થઇ રહ્યા છે. જેને કારણે સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખવું અને શક્ય તેટલા બહારના લોકોને ઘરમાં પ્રવેશ ન આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. સાથે જ કેટલીક જીવન જરૂરિયાત વસ્તુઓ પોલીસ કર્મીઓને એક ફોનથી મેળવી શકાશે તે અંગે તે પણ માહિતગાર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube