ગીરગઢડા તાલુકામાં બિસ્માર બનેલા રોડ મુદ્દે નાગરિકોમાં રોષ, તંત્રના આંખ આડા કાન
એક તરફ વિકાસની વાતો તો બીજી તરફ આમ નાગરિકોની વ્યથા જે કદી ખતમ નથી થતી. ગિરગઢડા તાલુકાનું એક ગામ દાયકાઓથી માત્ર રોડ અને પુલની માંગ કરી રહ્યું છે, પરંતુ તંત્રના બહેરા કાને આ સમસ્યા અથડાઈ ને નિર્જીવ બની જાય છે. સામાન્ય રીતે ગ્રામ્ય પંથકના લોકોની અપેક્ષાઓ બહુ નાની હોય છે.
ઉના : એક તરફ વિકાસની વાતો તો બીજી તરફ આમ નાગરિકોની વ્યથા જે કદી ખતમ નથી થતી. ગિરગઢડા તાલુકાનું એક ગામ દાયકાઓથી માત્ર રોડ અને પુલની માંગ કરી રહ્યું છે, પરંતુ તંત્રના બહેરા કાને આ સમસ્યા અથડાઈ ને નિર્જીવ બની જાય છે. સામાન્ય રીતે ગ્રામ્ય પંથકના લોકોની અપેક્ષાઓ બહુ નાની હોય છે.
Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 915 કેસ, 14 લોકોના મૃત્યુ
શહેરોની ઝાકમઝોળથી અલિપ્ત રીતે માત્ર લાઈટ પાણી અને રોડ હોય એટલે આમ ગ્રામજન ખુશ થઈ જાય છે. ખાટલે મોટી ખોટએ છે કે, ચૂંટણી સમયે આપેલા વચનો નેતાઓ ભૂલી જાય છે અને કાગળમાં તૈયાર કરેલ પ્લાન સરકારી બાબુઓ. અંતે હતાશ ગ્રામજન સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપીને રોડ રસ્તા બનશે એની અપેક્ષામાં રાહ જોયા કરે છે. વાત છે ગઢડા તાલુકાના અંકોલાડી ગામની અહીં રોડ બન્યો એને 30 દાયકા વીતી ગયા છે. ત્યારબાદની બદતર સ્થિતિના રોડ પર આવજા કરવા ગ્રામજનો મજબુર બન્યા છે.
ભાણવડના તબીબ સાથે થયેલી 75 લાખ રૂપિયાની છેતરપિંડીમાં આવ્યો ચોંકાવનારો વળાંક
ચોમાસામાં તો સ્થિતિ એટલી વિકટ થાય છે કે અંકોલાડી ગામ અનેક ગામોથી વિખૂટું પડી જાય છે. આજુબાજુના 10 ગામોનો એકબીજાથી સંપર્ક કપાઈ જાય છે. ગામમાં જવા માટે ન નાના નાળા છે ન રસ્તો. ચોમાસા ની ઋતુમાં 108 સહિતની તમામ સેવા અહીં આવી નથી શકતી. આજુબાજુના 3 ગ્રામપંચાયત દ્વારા રોડ બનાવાની માંગ કરાઈ છે. લોકોનો ઉબળ ખાબળ રોડ પર અકસ્માતનો પણ ભય રહે છે, ત્યારે અંકોલાડીથી જરગલી ગામ સુધીના રોડ માટે ગ્રામજનો એ ઉગ્ર માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર