એક મોર સાથે વાડી માલિકને ગાઢ મિત્રતા થઈ ગઈ, કિસ્સા એવા કે ચર્ચા થઈ ચારેકોર
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છેવાડે વાવડી નામનું એક ગામ આવેલું છે, આ ગામના પાદરમાં દશરથસિંહ ગોહિલ નામના વ્યક્તિની વાડી આવેલી છે, જ્યાં રોજ અનેક મોર આવતા હોય છે, ત્યારે એમાંના એક મોર સાથે વાડી માલિકને ગાઢ મિત્રતા થઈ ગઈ છે. અને આ મિત્રતા પણ એવી છે કે, એ મિત્રને સાદ પાડતા જ મિત્ર દોડી આવે છે. એટલું જ નહિ, વાડીના માલિક દશરથસિંહ પોતાની વાડીએ આવે ત્યારે આ મોર તેઓને આવકારવા છેક દરવાજા સુધી જાય છે. જાણે મહેમાનને આવકારતા હોય તેમ તેમની સાથે સાથે ચાલતો આવે છે.
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છેવાડે વાવડી નામનું એક ગામ આવેલું છે, આ ગામના પાદરમાં દશરથસિંહ ગોહિલ નામના વ્યક્તિની વાડી આવેલી છે, જ્યાં રોજ અનેક મોર આવતા હોય છે, ત્યારે એમાંના એક મોર સાથે વાડી માલિકને ગાઢ મિત્રતા થઈ ગઈ છે. અને આ મિત્રતા પણ એવી છે કે, એ મિત્રને સાદ પાડતા જ મિત્ર દોડી આવે છે. એટલું જ નહિ, વાડીના માલિક દશરથસિંહ પોતાની વાડીએ આવે ત્યારે આ મોર તેઓને આવકારવા છેક દરવાજા સુધી જાય છે. જાણે મહેમાનને આવકારતા હોય તેમ તેમની સાથે સાથે ચાલતો આવે છે.
નેપાળ-ગુજરાતના ભૂકંપ, કેદરનાથના પૂર પહેલા પણ સૂર્યગ્રહણ થયું હતું, તો રવિવારે શું થશે?
વાડીમાં આંટાફેરા મારતા સમયે મોર પણ વાડીના માલિક સાથે ચાલતો નીકળે છે. વાડીના માલિક પોતાના મિત્ર મોરને પોતાની સાથે ખાટલા પર બેસાડે છે અને તેને ખાવાનું એટલે કે દાણાં નાખે છે, જે મોર હોંશે હોંશે તેમના હાથમાંથી ખાય છે. જ્યારે બાદમાં બંને જણા જાણે વાતો કરતા હોય એમ દશરથસિંહના અવાજ સામે મોર પણ સૂરીલો સાદ પુરાવે છે, મોર અને માનવીની આ મિત્રતાને લોકો દૂર દૂરથી જોવા આવે છે.
સુરતના જગન્નાથ માટે વાઘા આવ્યા વૃન્દાવનથી, હિન્દુ-મુસ્લિમ કારીગરોએ સાથે મળીને બનાવ્યા
લોકો આ મિત્રતાના ખૂબ વખાણ કરી રહ્યાં છે, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. આ માસુમ પક્ષીને કોઈ બંધનમાં ન રાખી શકાય, પરંતુ મિત્રતાનું આ બંધન મોરને પણ જાણે કે ગમતું હોય એવું લાગી રહ્યું છે.
માણસ અને પ્રાણીના પ્રેમના વિશ્વમાં અનેક ઉદાહરણ છે. દરેક કિસ્સાની વાત નોંખી છે, દરેક કિસ્સાની મિત્રતાની ભાવના અલગ હોય છે. જો આવી રીતે જ માનવો અને પ્રાણીઓ પૃથ્વી પર હળીમળીને રહે તો આ જગત વધુ સુંદર બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર