• અમરેલીમાં મધરાત્રે મંદિરમાં મૂંગા પશુઓની બલી ચડાવાઈ

  • બાબરામાં નિલવડા રોડ પર આવેલ મેલડી માતાના મંદિરની ઘટના

  • ગર્ભગૃહમા બલિ ચડાવાઈ હોવાની ઘટના CCTVમાં કેદ


કેતન બગડા/અમરેલી :અમરેલીમાં મધરાત્રે મંદિરમાં મૂંગા પશુઓની બલિ ચડાવ્યાની ઘટના સામે આવી છે. બાબરામાં નિલવડા રોડ પર આવેલ આસ્થાના કેન્દ્ર સમા સુપ્રસિદ્ધ મેલડી માતાના મંદિરમાં 22 એપ્રિલે રાત્રે કેટલાક શખસોએ પશુ સાથે ગર્ભગૃહમા પ્રવેશી બલિ ચડાવી હતી. બલિ ચડાવ્યાની ઘટનાથી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. બલિ ચડાવ્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા 10 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગર્ભગૃહમાં માતાજીની સામે જઈને પશુનો બલિ ચઢાવ્યો
બાબરાના નિલવડા રોડ પર મેલડી માતાનું મંદિર આવેલુ છે. સ્થાનિક લોકોમાં આ મંદિર ભારે પ્રખ્યાત છે. મધરાતે મેલડી માતાના મુળ સ્થાનકે કેટલાક શખ્સો પશુની બલી ચડાવી હતી. મધરાતે મંદિર બંધ હોવાથી આ શખ્સો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં પશુને લઇ જઇ તેનું ગળું કાપી બલિ ચડાવી હતી. 22 એપ્રિલે મધરાતે આ બનાવ બન્યો હતો. જેમાં મેલડી માતાનાન સ્થાનકમાં બોકડા જેવા દેખાતા પશુનો બલિ ચઢાવાયો હતો. રાતના સમયે મંદિર બંધ હોવા છતા લોકો જાળી ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ગર્ભગૃહમાં માતાજીની સામે જઈને પશુનો બલિ ચઢાવ્યો હતો.


આ પણ વાંચો : બોટાદના જીવદયા પ્રેમીનું અનોખું અભિયાન, કૃષ્ણસાગર તળાવમાં પાણી વગર મરતા માછલાને બચાવ્યા


બલિ ન ચઢાવવાનું બોર્ડ લગાવ્યુ હતું 
ઉલ્લેખનીય છે કે, મેલડી માતાજીનું મંદિર પંચાળ પંથકની પ્રજા માટે આસ્થાનુ સ્થાન છે. અહીં દરરોજ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને સૌથી વધુ લોકો માનતા પૂરી કરવા આવે છે. જેને પગલે મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. પરંતુ અહી પશુને બલિ ચઢાવવા પર પ્રતિબંધ છે. મંદિર પરિસરમાં માતાજીને કોઇએ પશુ બલિ ચડાવવી નહીં તેવા બોર્ડ લગાવ્યા છે. તેમ છતા કેટલાક તત્વો આવું કૃત્ય કરી લોકોની લાગણી દૂભાવી છે. જેથી બાબરા પેાલીસે આ અંગે કેટલાક શખ્સોને રાઉન્ડઅપ પણ કર્યા છે. 


આ પણ વાંચો : સૌરાષ્ટ્રનો પાણીનો પોકાર આજે પણ એવો જ, જેપુરના રહેવાસીઓ બોલ્યા-અમારે આત્મહત્યા કરવાની સ્થિતિ છે


કોની કોની ધકપકડ
પશુ બલિ ઘટનામાં બાબરાના લક્ષ્મણ મગનભાઇ ડાભી, વિહા નારણભાઇ, નારણ પાંચાભાઇ ઝિંઝુવાડિયા, સંજય ખોડુભાઇ કરકર, ભૂપત તળસીભાઇ ઝિંઝુવાડિયા, બચુ નારણભાઇ, દેવા ગભાભાઇ, બીજલભાઇ ડાભી અને અન્ય બે અજાણ્યા શખસો સામે ઉપાસક રાજેશભાઇ જેઠવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પશુ બલીની ઘટનાના આરોપીઓને પકડતા વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામા બાબરા પોલીસ મથકે ઊમટી પડ્યા હતા.