અર્પણ કાયદાવાલા, અમદાવાદ: હાલમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી રહી છે ત્યારે 6 મહાનગરપાલિકા માટે મેયર પદ માટે રિઝર્વેશન જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ અઢી અને બાકીના અઢી અલગ અલગ અનામત રહેશે. અમદાવાદમાં પ્રથમ અઢી વર્ષ એસસી માટે રિઝર્વ રહેશે, જ્યારે બાકીના અઢી વર્ષ અન્ય માટે અનામત રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના શહેરી વિકાસ મંત્રાલય દ્રારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતગર્ત રાજ્યની છ મહાનગર પાલિકામાં હાલમાં જે ચૂંટણી યોજાવવાની છે. તે અંતગર્ત પ્રથમ અઢી વર્ષ અને બાકીના અઢી વર્ષ માટે એમ અલગ અલગ રિઝર્વેશન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો પ્રથમ અઢી વર્ષ એસસી વ્યક્તિ માટે મેયર પદ અનામત કરવામાં આવ્યું છે. તેમાં મહિલા પણ હોઇ શકે છે અથવા પુરૂષ પણ હોઇ શકે છે. 


સુરતની વાત કરીએ તો પ્રથમ અઢી વર્ષ મહિલા રહેશે બાકીના અઢી વર્ષ માટે જનરલ માટે જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરા માટે પ્રથમ જનરલ માટે અને બાદમાં મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. રાજકોટમાં પ્રથમ પછાત વર્ગ માટે અને પછીના અઢી વર્ષ મહિલા માટે અનામત છે.


તો આ તરફ ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અને બાકીના અઢી વર્ષ પછાત વર્ગ માટે અનામત રહેશે, જામનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અને પછીના અઢી વર્ષ શિડ્યૂલ કાસ્ટ માટે અનામત રહેશે. એમ રાજ્યની છ મહાનગર પાલિકામાં સૌથી સર્વોચ્ચ પદ એટલે કે મેયર પદના રિઝર્વેશન માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

અમદાવાદ: પ્રથમ અઢી વર્ષ એસસી મેયર, બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત
સુરત: પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત, બીજા અઢી વર્ષ માટે જનરલ અનામત
વડોદરા: પ્રથમ અઢી વર્ષ જનરલ, બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત
રાજકોટ: પ્રથમ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસ, બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત
ભાવનગર: પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત, બીજા અઢી વર્ષ માટે બેકવર્ડ ક્લાસ
જામનગર: પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત, બીજા અઢી વર્ષ માટે એસસી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube