Vibrant Gujarat Summit: હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંગે ગાંધીનગર કલેકટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગાંધીનગરના કેટલાક રસ્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાંધીનગર કલેકટરે વિવિધ રસ્તાઓને લઈ આ જાહેરનામુ બહાર પાડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રસ્તાઓ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી યોજાશે, ત્યાં સુધી જાહેરનામું લાગુ રહેશે. જેમાં ગ રોડ અને જ રોડ સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે બંધ રહેશે. ચ 0 થી ચ 5 રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. ગાંધીનગરમાં ગ, ઘ, ચ, ખ અને જિલ્લા પંચાયતથી સેક્ટર 17 અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન રહેશે. સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફનો રોડ પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. 


આ રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધિત
આ જાહેરનામાં મુજબ સેન્ટ્રલ વિસ્તાર રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમાં રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6 થી રાત ના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ રોડ આમ જનતા માટે પ્રતિબંધિત રહેશે.