ઝી બ્યુરો/અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારી (Government employees)ઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન શરુ કર્યું છે. રાજ્યમાં ફરી એકવાર સરકાર સામે કપરાં ચઢાણ દેખાઈ રહ્યા છે, કારણ કે 6 માર્ચે પેન ડાઉનના આંદોલનની જાહેરાત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


26 ફેબ્રુથી 15 માર્ચ સુધી ગુજરાતમાં કંઈક મોટું થશે! અ'વાદ માટે આ શું બોલ્યા અંબાલાલ?


ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડલ દ્વારા પેન ડાઉન આંદોલનની જાહેરાત કરાઈ છે. 6 માર્ચે પેન ડાઉનના આંદોલન દ્વારા કર્મચારીઓ કામગીરીથી અલગા રહેશે. જૂની પેંશન યોજના લાગુ કરવા અને ફિકસ પગાર યોજના રદ કરવાની માંગ કરાઈ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ ગત 23 એપ્રિલે સત્યાગ્રહ છાવણી ખાતે ઘરણા પ્રદર્શનમાં જોડાયા હતા.



4 માસૂમ બાળકોના મોતથી સુરત થથર્યું! એવું તો શું થયું કે ફૂલ જેવા બાળકોની જિંદગી હણાઈ



રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફિક્સ પગારની નિતી નાબુદ કરવાની માગણીઓ સાથે કર્મચારીઓએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદન આપતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આગામી 23 ફેબ્રુઆરીના સરકાર સમક્ષ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. 


સમયની સાથે પિતા-પુત્રમાં કેમ આવી જાય છે અંતર, સદગુરુએ બતાવ્યું આનું સૌથી મોટું કારણ