26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતમાં કંઈક મોટું થશે! અમદાવાદ માટે આ શું બોલ્યા અંબાલાલ પટેલ?
Gujarat Weather Forecast : છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં સતત થઈ રહ્યો છે બદલાવ. બદલાઈ રહી છે હવામાનની પેટર્ન. આ સંકેતો છે કંઈક નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે પડી શકે છે કમોસમી વરસાદ થવાની આગાહી છે. જેમાં આ વખતે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. શિયાળો પુરો થતો નથી, ઉનાળો આવતો નથી અને આ સ્થિતિની વચ્ચે દસ્તક દઈ રહ્યું છે ચોમાસું! આને કઈ સિઝન કહેવી એ હવામાન શાસ્ત્રીઓ માટે પણ એક કોયડું છે. ઠંડી પડી રહી છે અને આ દરમિયાન વરસાદ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે.
હાલ સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો સામનો કરી રહ્યું છે. સવારે અને મોડી રાત્રે ઠંડી લાગે છે જ્યારે દિવસભર ગરમીનો અહેસાસ થયા છે. ત્યાં હવે બેવડીની સાથે ત્રિવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલાલે કરી છે.
રાજ્યના જુદા જુદા ભાગોમાં હવામાન પલટો આવવાની સંભાવના છે. જેમાં, તો આવતીકાલથી લઘુત્તમ તાપમાન વધારો થશે...મધ્ય ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગરમાં હવામાનમાં ફેરફાર થશે....અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં તારીખ 20-21 માર્ચથી ગરમીની શરૂઆત થશે.
26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી કંઈક મોટું થશે
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ફરી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.
અંબાલાલની ગરમીની આગાહી
તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગગડી રહ્યો છે તાપમાનનો પારોઃ
ફેબ્રુઆરી મહિનામાં હિમવર્ષાના કારણે જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના હિલ સ્ટેશનો ધમધમી રહ્યા છે. હિમવર્ષાના કારણે ઉધમપુરના પર્યટન સ્થળ પટનીટોપમાં પ્રવાસીઓ આવવા લાગ્યા છે. બીજી તરફ પ્રવાસીઓ પણ ગુલગારમમાં બરફવર્ષાની મજા માણી રહ્યા છે. હવામાન વિભાગે 26 ફેબ્રુઆરીથી જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે વિસ્તારોમાં સફેદ ચાદર જોવા મળી રહી છે. હિમવર્ષાનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ મનાલી પહોંચ્યા છે. ઉત્તરાખંડના ચમોલીમાં પણ આવું જ દ્રશ્ય છે. ચારે બાજુ માત્ર બરફ જ દેખાય છે. પહાડોમાં હિમવર્ષાના કારણે તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે.
ક્યાં બરફ પડશે?
હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક પછી, મરાઠવાડા, વિદર્ભ અને તેલંગાણાના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ પણ શરૂ થઈ શકે છે. તે જ સમયે, ઉત્તર ભારતના પહાડોમાં હવામાને ફરી એકવાર પલટો લીધો છે. જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધી હિમવર્ષા થઈ રહી છે. હવામાન વિભાગે એલર્ટ રહેવા જણાવ્યું છે.
Trending Photos