ગાંધીનગરઃ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તો આ વર્ષે આ એવોર્ડ મેળવનારા શિક્ષકોની યાદી રાજ્ય સરકારે જાહેર કરી દીધી છે. વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ શિક્ષક-2020 માટે 44 શિક્ષકોને આ એવોર્ડ મળશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુબબ પ્રાથમિક વિભાગમાંથી 17 શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી થઈ છે. તો માધ્યમિક વિભાગમાંથી 7 શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી 3 શિક્ષકો, માધ્યમિક/ઉચ્ચચતર માધ્યમિક  આચાર્ય કેટેગરીમાં સાત શિક્ષકોનો સમાવેશ થાય છે. આ સિવાય નિરીક્ષક તથા એચ,ટાટ, સીઆરસી, બીઆરસી, મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાંથી 4 શિક્ષકો અને ખાસ શિક્ષક કેટેગરીમાં 2 શિક્ષકોની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શિક્ષકોને મળશે એવોર્ડ
[[{"fid":"276949","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"276950","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


રાજ્ય સરકાર દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષકોનું કરે છે સન્માન
રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવે છે. દર વર્ષે જુદા-જુદા વિભાગ પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્ય સરકારે ઝોન પ્રમાણે કુલ 44 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી છે. આ બધા શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube