કોરોના બાદ પ્રથમવાર યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, આવતીકાલે ઓફિશિયલ જાહેરાત
Vibrant Gujarat Global Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જાહેરાત કરાઈ છે. બુધવારે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સ્મિતની ઓફિશિયલ જાહેરાત થશે. આગામી 10 થી 12 જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે.
Vibrant Gujarat Global Summit 2024: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જાહેરાત કરી દેવામાં આવી છે. બુધવારે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સ્મિતની ઓફિશિયલ જાહેરાત થશે. આગામી 10 થી 12 જાન્યુઆરી 2024માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે. કોરોના બાદ પ્રથમવાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલાંના આયોજનો ગાંધીનગરમાં જોવા મળી રહ્યાં છે.
ગાંધીનગરના દશેલા ગામમાં મોટી દુર્ઘટના; પાણીના પ્રવાહમાં કાર ડૂબતા 4 લોકોના કરૂણ મોત
ગુજરાત રાજ્યના ધંધા-વેપારના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયત્નોરુપે યોજાતી વાયબ્રન્ટ સમિટ આગામી વર્ષે યોજાશે. ત્યારે આ પૂર્વે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી 2024માં યોજાવા જઇ રહી છે.
ગુજરાતના 158 તાલુકામાં ભારે વરસાદ:રાપરમાં છેલ્લા 15 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર
જેને લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો કરવામાં આવી રહ્યાં છે. સમિટ ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે ત્યારે ગુજરાત સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ એમઓયુ કરવાનો ઉપક્રમ શરુ કરી દીધો છે.
હે રામ! 43 વર્ષીય કાપડ મિલના સુપરવાઇઝરનું હાર્ટ એટેકથી મોત, ત્રણ સંતાનોએ ગુમાવી છત્ર
વાઈબ્રન્ટ સમિટ 24 ના પ્રચાર માટે 6 આઈએએસ વિદેશ જશે
ગુજરાત સરકારે 2024 ની વાઈબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ આરંભી દીધી છે. આ વખતે ગુજરાતમાં વધુ રોકાણ થાય તેવા પ્રયાસો પહેલાથી જ હાથ ધરાશે. ગુજરાત રોકાણ માટે સર્વશ્રેષ્ઠ તેવો પ્રચાર કરવા માટે 6 આઈએએસ ઓફિસને વિદેશમાં ગુજરાતના બ્રાન્ડિંગ માટે મોકલાવમાં આવશે. ગુજરાતને વૈશ્વિક સ્તરે પ્રમોશન કરવા માટે રાજ્ય વિભાગે 6 આઈએએસ ઓફિસને જવાબદારી સોંપી છે.
ગુજરાતમાં ભયાનક એલર્ટ; ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાઈ છે ચેતવણી
ઉલ્લેખનીય છે કે, દર બે વર્ષે ગુજરાતના આંગણે વાઈબ્રન્ટ સમિટ યોજાતી હોય છે. જેમાં કરોડો રૂપિયાના રોકાણ થતા હોય છે. ત્યારે વાઈબ્રન્ટ સમિટ માત્ર લાલ ગાજર જેવું સાબિત થયું છે. વિધાનસભામાં સરકારે વાઈબ્રન્ટમાં થતા રોકાણ અંગે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં સામે આવ્યું કે, વાઈબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમઓયુ તો થાય છે, પરંતું રોકાણ ઓછું થાય છે.
આને કહેવાય નસીબ! 53 વર્ષના કાકાના પ્રેમમાં પડી 22 વર્ષની છોકરી, હું મારો જીવ પણ....