ગાંધીનગરના દશેલા ગામમાં મોટી દુર્ઘટના; પાણીના પ્રવાહમાં કાર ડૂબતા 4 લોકોના કરૂણ મોત

ગાંધીનગરના દશેલા ગામમાં પાણીના પ્રવાહમાં કાર ડૂબી, કારમાં સવાર 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા, હજુ પણ કારમાં સવાર એક વ્યક્તિની શોધખોળ ચાલુ

ગાંધીનગરના દશેલા ગામમાં મોટી દુર્ઘટના; પાણીના પ્રવાહમાં કાર ડૂબતા 4 લોકોના કરૂણ મોત

ઝી બ્યુરો/ગાંધીનગર: ગાંધીનગરના દશેલા ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. દશેલા ગામમાં પાણીના પ્રવાહમાં કાર ડૂબી છે. જેના કારણે કારમાં સવાર 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે, હજુ પણ કારમાં સવાર એક વ્યક્તિની શોધખોળ ચાલું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 19, 2023

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ છે, જેના કારણે અનેક નદીઓ-તળાવો ઉફાન પર છે. ત્યારે ગાંધીનગર પાસે આવેલા દશેલા ગામના તળામાં એક કાર ડૂબી છે. આ કારમાં કુલ પાંચ વ્યક્તિ હોવાનું મનાય છે, જેમાંથી ચાર લોકોની ડેડ બોડી મળી આવી છે. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો અને રેસક્યૂ ટીમ પહોંચી છે. હાલ કાર અને એક વ્યક્તિની શોધખોળ ચાલું છે.

આ ઘટનામાં ભોગ બનેલા ચારેય યુવાનો નરોડાના રહેવાસી છે, જ્યારે એક વ્યક્તિ દશેલા ગામનો છે. રાજસ્થાનથી પરત ફરતી વખતે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. દશેલા ગામનું તળાવ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ગાડી ડૂબી હતી. ગઈકાલે મોડી રાત્રે ઘટના બની હોવાનો પોલીસનો પ્રાથમિક અંદાજ છે. દશેરાના છોકરાએ પોતાના પિતાને રાત્રે 10:00 વાગ્યે છેલ્લો ફોન કર્યો હતો. તેના આધારે મોબાઈલ લોકેશનથી સમગ્ર ઘટના બહાર આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news