અતુલ તિવારી/અમદાવાદ: કોરોના મહામારીના સમયથી ચર્ચામાં રહેનાર અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ ફરી ચર્ચામાં આવી છે. મહામારીના સમયમાં પણ ચર્ચાનો વિષય બનેલી ઉદગમ સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ આવી હતી કે જે વાલીઓએ ફી ભરી નથી તેમના બાળકોનું ઓન-લાઈન એજ્યુકેશન બંધ કરી દીધું છે અને તેમને સ્કૂલના વોટ્સએપ ગ્રૂપમાંથી પણ રિમૂવ કરી દીધા છે. સ્કૂલની આવી દાદાગીરી સામે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. હવે આ જ સ્કૂલે ફરી નિયમોને નેવે મૂકીને એક મનસ્વી નિર્ણય લેતા વાલીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, આજે થલતેજની ઉદગમ સ્કૂલ સંચાલકોએ ધોરણ. 1 થી 5 ના વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી છે. જ્યારે ધોરણ 6 થી 11 ના વિદ્યાર્થીઓને આજે રજા અપાઈ છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા આદેશ કરાયો છે. જેના કારણે સમગ્ર મામલો ગરમાયો છે.


જ્યાંથી 'દંપતિ કઢંગી હાલતમાં ભાગ્યું' ત્યાં જામનગરમાં મોડી રાત્રે યુવાન પર છરી વડે ખૂની હુમલો, આખરે મોત


ઉદગમ સ્કૂલના સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઈ જાતે જ વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી છે. ઉદગમ સ્કૂલમાં ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતા સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે. ગઈકાલે (સોમવાર) ટ્રાન્સપોર્ટેશન મામલે થયેલી સમસ્યા બાદ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રજા આપતા વાલીઓ સ્કૂલની મનમાની સામે રોષે ભરાયા છે. 


તમને જણાવી દઈએ કે કોઈપણ સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર ના કરી શકે, તેમ છતાં નિયમોને ઘોળીને પી જઈને ઉદગમ સ્કૂલે જાતે જ મનસ્વી નિર્ણય લઈ લીધો છે. આ ઘટના વિશે અમદાવાદ શહેર DEO એ જણાવ્યું છે કે સ્કૂલે આકસ્મિક રજા માટે પૂર્વ મંજૂરી લેવાની રહે છે, પરંતુ આવી કોઈ મંજુરી સંચાલકો દ્વારા લેવાઈ નથી. વારંવાર ઉદગમ સ્કૂલની મનમાની સામે શિક્ષણ વિભાગ લાચાર બની રહ્યું છે. તે સવાલ એવા ઉભા થાય છે કે ઉદગમ સ્કૂલ સામે શિક્ષણ વિભાગ લાચાર કેમ છે? કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી કરતી નથી? શું શિક્ષણ વિભાગ કોઈ દબાણ હેઠળ છે? જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.


ગુજરાતના માથે આ શું થવા બેઠું છે? એરપોર્ટ બાદ મેડી ક્રીક પાસેથી એવી વસ્તુ ઝડપાઈ કે....


બીજી બાજુ થલતેજની ઉદગમ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનને કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હોવાનો સ્વીકાર સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાઈ, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસનો ભોગ લેવાશે. 


Amuls Dairy Achievement: વૈશ્વિક સ્તરે જેનો ડંકો વાગી રહ્યો છે એવી અમૂલ ડેરીનું રેકોર્ડબ્રેક ટર્નઓવર; મહામારીમાં પણ 19 ટકાનો વધારો


રજૂઆત કરવા વાલીઓ પહોંચ્યા 
મહત્વનું છે કે, ઉદગમ સ્કૂલના વિદ્યાર્થીઓને થયેલી સમસ્યા અંગે વાલીઓ રજૂઆત કરવા સ્કૂલે પહોંચ્યા છે. પરંતુ વાલીઓ સ્કૂલ પર પહોંચે એ પહેલાં જ દરવાજા પર બાઉન્સર ગોઠવી દેવાયા હતા. વાલીઓએ સંચાલકોને મળવા માટે રજુઆત કરી હતી. ત્યારે બાઉન્સરો દ્વારા વાલીઓને સ્કૂલમાં પ્રવેશતા અટકવાયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube