રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાતની રાજનીતિમાં અને ખાસ કરીને ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ ઉદ્દભવી છે. ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા બાદ વધુ એક નેતાએ રાજીનામું આપી દેતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ રાજીનામું આપ્યું છે. જોકે સુનિલ સોલંકીએ સ્વૈચ્છાએ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat BJP: ભાજપમાં યાદવાસ્થળી! પાટીલ જૂથ સોફટ ટાર્ગેટ, બદનામીમાં મોટાનેતાઓના હાથ


વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ અચાનક મહામંત્રી પદેથી રાજીનામું આપી દેતા રાજકીય ગલિયારોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તમને જણાવી દઈએ કે, સુનિલ સોલંકી અગાઉ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે. જે મહામંત્રી પણ હતા, ત્યારે તેમના અચાનક રાજીનામાથી અનેક વાતો વહેતી થઈ છે.


કમલમના બાદશાહ હવે વનવાસ ભોગવશે, પત્રિકાયુદ્ધમાં નોંધાઈ શકે છે ફરિયાદ


સુનીલ સોલંકીનું રાજીનામા મામલે નિવેદન
સુનીલ સોલંકીએ રાજીનામા અંગે જણાવ્યું હતું કે, મેં એક અઠવાડિયા પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે મેં પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા પણ કરી લીધી હતી. સુનીલ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, મેં મારા અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. હું હંમેશાં પાર્ટીનો વફાદાર કાર્યકર છું અને રહીશ. અગાઉ ભાજપે મને વડોદરાના મેયરની જવાબદારી સોંપી હતી. જે બાદ મને શહેર મહામંત્રી બનાવ્યો હતો. હું હજુ પણ પાર્ટી સાથે કામ કરતો રહીશ.


સરકારી કચેરીમાં જ બાઉન્સરોને ફટકારાયા, બાપુના પાવર સામે કોલેજ પણ મૌન
 
પ્રદીપસિંહ વાઘેલાએ પણ આપ્યું રાજીનામું
ગુજરાતના રાજકારણમાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. ભાજપમાં હવે યાદવા સ્થળી શરૂ થઈ હોય ધીમે ધીમે પાટીલ જૂથના નેતાઓ ટાર્ગેટ બની રહ્યાં છે. પાટીલ સામે પત્રિકાયુદ્ધ બાદ ભાજપના કદાવર નેતા પ્રદિપસિંહ વાઘેલા પણ આ પત્રિકા યુદ્ધનો ભોગ બન્યા છે. આ ઘટનાઓથી વ્યથિત થઈને પ્રદિપસિંહે પ્રદેશ અધ્યક્ષને મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને કમલમની જવાબદારીઓ પણ છોડી દીધી છે. છેલ્લા ઘણા વર્ષોથી એક અદના સેવક તરીકે ભાજપ સાથે જોડાયેલા પ્રદિપસિંહ વાઘેલા હવે ટાર્ગેટ થઈ રહ્યાં છે. 


વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો ભાજપનો ખુલાસો


પ્રદીપસિંહ વાઘેલાની Zee 24 કલાક સાથે વાતચીત
ગઈકાલે કમલમમાંથી વનવાસ અને પ્રતિબંધની ચાલેલી ચર્ચાઓ વચ્ચે આજે મોટો ખુલાસો એવો છે કે પ્રદિપસિંહ વાઘેલાએ 7 દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધું છે એટલે તેઓ ફક્ત જવાબદારીઓમાંથી મુક્ત થયા છે. પ્રદિપસિંહ વાઘેલાએ Zee 24 કલાક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં ફક્ત જવાબદારી છોડી છે, આજે પણ હું પાર્ટીનો કમિટેડ કાર્યકર્તા છું અને મેં ક્યારેક કોઈ ખોટું કામ કર્યું નથી અને કરીશ પણ નહીં હાલમાં જે પણ મારી સામે આક્ષેપો થઈ રહ્યાં છે એ તમામ બાબતોમાંથી હું બહાર આવીશ. 


પાવરનો કર્યો દુરોપયોગ, મહામંત્રી બન્યા પણ ગુજ. યુનિ.નો મોહ ના છૂટ્યો, હવે ભોગ બન્યા


ઘણા નેતાઓ પ્રત્રિકા યુદ્ધમાં જોડાયેલા
કમલમમાં આજે પણ જવાનો છું અને કાલે પણ જઈશ, એ મારું બીજું ઘર છે. હું જવાબદારી મુક્ત થયો છે કાર્યકર્તાની વિચારધારામાંથી નહીં. મારા થકી પ્રદેશ અધ્યક્ષને પણ ટાર્ગેટ કરાઈ રહ્યાં છે. જે પત્રિકા યુદ્ધ સુરતમાં શરૂ થયું છે એવું જ પત્રિકા યુદ્ધ અમદાવાદમાં પણ ચાલી રહ્યું છે. સુરતમાં થઈ કાર્યવાહી એ તો પાશેરામાં પૂણી સમાન છે. હજુ આ પ્રકરણમાં મોટા માથાઓ સંડોવાયેલા છે. આ સિવાયના ઘણા નેતાઓ પ્રત્રિકા યુદ્ધમાં જોડાયેલા છે. જે મામલે હજુ કાર્યવાહી થશે.  પ્રદિપસિંહ વાઘેલા માટે એવું કહેવાય છે કે એમને પત્રિકા યુદ્ધ વિરુદ્ધમાં એસઓજીમાં ફરિયાદ કરી હતી. જેની તપાસ પણ ચાલી રહી છે. આગામી દિવસોમાં એમના સામે પત્રિકા ફેરવવામાં બીજા નેતાઓના નામ ખૂલે અને કાર્યવાહી થાય તો નવાઈ નહીં.


The Kerala Story ફેમ અદા શર્માએ ફિલ્મોમાંથી લીધો બ્રેક, પોસ્ટ શેર કરી આપી જાણકારી


ગુજરાતમાં 156 સીટો પર વિજેતા બન્યા બાદ પાટીલના વધી રહેલા કદને કાપવા માટે હવે ભાજપમાં જૂથવાદ વકર્યો છે. પાટીલ વિરોધી જૂથ પાટીલના નજીકના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યું છે અને આ બાબતે દિલ્હી સુધી રજૂઆતો થઈ રહી છે. પ્રદિપસિંહ સામે હાલમાં જે આક્ષેપો થઈ રહ્યાં છે એ તો સમય આવે ખુલાસાઓ થશે પણ ભાજપની યાદવાસ્થળી હવે ચરમસીમાએ પહોંચી છે. નેતાઓ હદ વટાવે એમાં નવાઈ નહીં પણ ગુજરાતમાં પ્રથમવાર એક જૂથના નેતા બીજા જૂથના નેતાને ટાર્ગેટ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ પર છાંટા ઉડે એ પહેલાં પ્રદિપસિંહે ભાજપના પદો પરથી રાજીનામું આપીને એક કાર્યકર બનીને રહેવાનું પસંદ કર્યું છે. 


તાંત્રિકના કહેવાથી બીમારીના ઈલાજ માટે માસૂમ બાળકીને અપાયા ગરમ સોયના ડામ!


ભાજપમાં  પત્રિકા યુદ્ધ મામલે દિલ્હી સુધી રજૂઆતો થઈ છે. એવું કહેવાય છે કે સુરતથી પાટીલ સામે નનામી પત્રિકા અને પેનડ્રાઈવ એ મોટા મોટા તમામ નેતાઓને મોકલાઈ હતી. ગુજરાતમાં પાટીલ જૂથનો વધતો દબદબો જોઈ ન શકતા એક જૂથે રીતસરનો મોરચો ખોલી દીધો છે. જેનો ભોગ પ્રદિપસિંહ વાઘેલા બન્યા છે.