ગૌરવ દવે/રાજકોટ: ખેડૂતોને ડુંગળીના મળતા ઓછા ભાવ અંગેની વાતો આપણે અનેક વખત સાંભળી છે પરંતુ આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં ખેડૂતને ડુંગળી વેચ્યા બાદ સામે પૈસા ચૂકવવાનો વારો આવ્યો છે. કાલાવડના ધુતારપુર ગામના ખેડૂતને રાજકોટ પહોંચીને 472 કિલો ડુંગળીનો એક પણ રૂપિયો ન મળ્યો અને સામે 131 રૂપિયા ચૂકવવાના થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CNG પંપ સંચાલકોની હડતાલને લઈને મોટા સમાચાર, ગુજરાત સરકાર સાથેની બેઠક બાદ મોટો વળાંક


કાલાવડના ધુતારપુર ગામના જમનભાઈ માધાણી નામના ખેડૂત રાજકોટ 472 કિલો ડુંગળી લઈને પહોંચ્યા હતા. પરંતુ અહીંયા પહોંચ્યા ત્યારે તેમને કલ્પનામાં પણ નહીં વિચાર્યું હોય કે ડુંગળીના ભાવ તો કેટલા મળશે, ઉલ્ટાના તેમને સામે ચૂકવવા પડશે. ખેડૂત રાજકોટ પહોંચ્યો ત્યારે થયું એવું કે 472 કિલો ડુંગળીના 495 રૂપિયા માળિયા. જ્યારે ટ્રક ભાડું અને અન્ય ખર્ચ 626 રૂપિયા થયા. જ્યારે આ ખેડૂતો હિસાબ કર્યો ત્યારે તેમને ડુંગળીનો એક પણ રૂપિયો ન મળ્યો. આનાથી ઊલટું તેમને સામે 131 રૂપિયા ચૂકવવા પડ્યા. આ ખેડૂતનું બિલ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.


શક્તિપીઠ અંબાજીમાં હવે માઈભક્તોમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે! જાણો શું છે હકીકત?


ધુતારપર ગામનો ખેડૂત જ્યારે ડુંગરી વેચવા માટે આવ્યા ત્યારે તેમની ડુંગળીની ગુણવત્તા ખૂબ જ નબળી હોવાથી 131 રૂપિયામાં મણ વેચવાનું નક્કી થયું હતું. તેમાં અગત્યની વાત એ પણ છે કે ડુંગળી સારી ગુણવત્તાની હોય કે નબળી ગુણવત્તાની તેમાં પ્રતિ મણ દીઠ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ રૂપિયા 25 ચૂકવવું પડતું હોય છે. જેના લીધે આવું બન્યું હતું. 


હમ તો ડુબેંગે સનમ, તુમ્હે ભી લે ડુબેંગે : યુવકે પ્રેમિકાના ઘરે જઈ કરી આત્મહત્યા


જામનગરમાં ખેડૂતને 166 કિલો ડુંગળીને રૂ.10 મળ્યા
નોંધનીય છે કે, જામનગરના બજરંગપુર ગામના ખેડૂત સવજીભાઈ દોમડિયા તથા તેમના પુત્ર શૈલેષભાઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 8 મણથી વધારે એટલે કે, 166 કિલો ડુંગળી વેચી હતી. જેના તેમને માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા.


હું ઈચ્છું છું કે મારા પતિનું બીજી સ્ત્રી સાથે અફેર હોય, મારે લફરાં કરવાં છે......


મહારાષ્ટ્રમાં ખેડૂતને માત્ર 2 રૂપિયા જ મળ્યા હતા  
મહારાષ્ટ્રના સોલાપુરના બરશીના બોરગાંવ ગામના રાજેન્દ્ર તુકારામ ચવ્હાણ નામના ખેડૂતે 512 કિલો ડુંગળી વેચવા માટે 70 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો જે બાદમાં આટલું અંતર કાપીને તેઓ સોલાપુર એપીએમસી પહોંચ્યા. જ્યાં તેમણે ડુંગળીના ઘટતા ભાવને કારણે માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તેમની ઉપજ વેચવી પડી હતી.