અમિત રાજપૂત/અમદાવાદઃ હવે ભાજપના નેતાઓને ધમકી મળવાનો નવો સિલસિલો શરૂ થયો છે. ગઈકાલે પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ આજે ભાજપના બીજા નેતાને ધમકી મળી છે. શહેરના નરોડા પોર્ડના પૂર્વ પ્રમુખ કિરપાલસિંહ છાબડાને ધમકી મળી છે. મહત્વનું છે કે 2002મા થયેલા નરોડા પાટીયા તોફાન કેસમાં છાબડા હાઈકોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા છે. તેમને દુબઈ, દિલ્હી અને મુંબઈથી કોલ કરીને ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકી મળ્યા બાદ છાબડાએ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસમાં અરજી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
મહત્વનું છે કે ગઈકાલે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્રના મામલામાં એટીએસે આરોપીની ધરપકડ કરી હતી. આ મામલો હજુ શાંત થયો નથી ત્યાં ભાજપના નડોરા વોર્ડના પૂર્વ પ્રમુખ કિરપાલસિંહ છાબડાને ધમકી આપવામાં આવી છે. ભાજપના નેતા છાબડાને જાનથી મારી નાખવા અને તેની પુત્રીનું શાળામાંથી અપહરણ કરવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી તેમને દુબઈ, દિલ્હી અને મુંબઈથી કોલ કરીને આપવામાં આવી છે. છાબડા ભાજપના વરિષ્ઠ નેતાઓ અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો સાથે નજીકના સંબંધ ધરાવે છે. 


ગોરધન ઝડફિયાની હત્યાનું ષડયંત્ર : શાર્પશૂટરને કોરોના, હવે રિકવરી બાદ જ ધરપકડ થશે 


નરોડા પાટીયા તોફાનોમાં નિર્દોષ છૂટ્યા છે છાબડા
મહત્વનું છે કે ગુજરાતમાં 2002મા થયેલા ગોધરાકાંડ બાદ અમદાવાદમાં નડોરા પાટીયા વિસ્તારમાં તોફાનો થયા હતા. આ કેસમાં ભાજપના નેતા કિરપાલસિંહ છાબડા હાઈકોર્ટમાંથી નિર્દોશ છૂટ્યા છે. છાબડાને ધમકી મળ્યા બાદ તેમણે આ મામલે પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસમાં અરજી કરી છે. હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube