લોકસભાની ચૂંટણી આવતા રાજનીતિક હલચલ વધી રહી છે. પાર્ટી હાલ કોઈ પણ ગેરશિસ્ત સાખી ન લેવાના મૂડમાં હોય તેવું સ્પષ્ટ થઇ ગયું છે. ભાજપ દ્વારા વધુ એક હોદ્દેદારનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું છે. ભાજપે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી મલેક ઈલિયાસનું રાજીનામુ લઇ લીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા સમય પહેલા ગાળો ભાંડતો વિડિઓ વાયરલ થયો હતો
ઈલિયાસ મલેક મૂળ વલસાડના રહેવાસી છે. અગાઉ થોડા દિવસો પહેલા કોંગ્રેસના કાર્યાલયે પહોંચી પૂર્વ સાંસદને ગાળો ભાંડી હતી. જેનો વિડિઓ વાયરલ થયો હતો. વિડીઓમાં ઈલિયાસ મલેક કોંગ્રેસની પ્રેસમાં જઈ આપશબ્દો બોલે છે.


ભાજપ પોતાની ઇમેજને લઇ સ્પષ્ટ 
ઈલિયાસ મલેક પોતે પત્રકાર હોવાનો પણ દાવો કરે છે. કોંગ્રેસની પ્રેસમાં પોતે એક સાપ્તાહિક ચલાવતા હોઈ તેઓ પણ પહોંચ્યા હતા. જ્યાં તેમની કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે માથાકૂટ થઇ હતી. પ્રદેશ કક્ષાના મંત્રીની આવા ગાળો ભાંડતા વિડિઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પાર્ટીએ તેમને જવાબદારી મુક્ત કર્યા છે.


વધુ વિગતો માટે જુઓ વીડિયો