ઉદય રંજન/અમદાવાદ: કૃષ્ણનગર વિસ્તારમાં ભાડે મકાન રાખીને વિદેશી નાગરિકો ઠગવાનું બોગ્સ કોલ સેન્ટર પકડયું છે. પોલીસે રેડ કરતા 25 ફોન અને અલગ અલગ વસ્તુઓ મળી આખો છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. નવા નરોડા વિસ્તારમાં આવેલા મનોહર વિલા પાસે સેન્ટ મેરી સ્કૂલ નજીક એક મકાનમાં કેટલાક લોકો વિદેશી નાગરિકોને છેતરવાનું કોલ સેન્ટર ચલાવતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ તો GPSCએ મોકૂફ રાખેલી પરીક્ષાની તારીખ..


આ સમગ્ર વાતની જાણ કૃષ્ણનગર પોલીસને થઈ હતી. પોલીસે વોચ ગોઠવીને સોસાયટીના મકાનમાં ગયા હતા જ્યાં બે વ્યક્તિઓ વિદેશી નાગરિકો અને છેતરવા માટે આખું સેટઅપ ગોઠવ્યું હતું. પોલીસે રેડ કરી ત્યારે ઘરમાં બે લોકો હાજર હતા. જેઓ રીતસર અમેરિકન કે અન્ય દેશના નાગરિકોને ફોન કરીને તેમના એકાઉન્ટ નંબરની વિગત કહેતા હતા અને તેમને લોન મળશે એવી વિગત કહીને એમની પદ્ધતિ અલગ અલગ ડોક્યુમેન્ટ મેળવી રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. આ માટે તેઓ એક ડમી ચેક પણ તે લોકોને email માં મોકલતા હતા. જેના કારણે સામેની વ્યક્તિ વિશ્વાસ આવે કે તે બેંકમાંથી છે અને તેમની લોન પાસ થઈ ગઈ છે.


ગુજરાતમાં તલાટી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પરિણામ જાહેર, જોવા માટે અહી કરો ક્લિક


એક વખત જે વ્યક્તિનો વિશ્વાસ થઈ જાય ત્યારબાદ આ લોકો પોતાની કરામતથી અલગ અલગ એકાઉન્ટમાં ડોલર ટ્રાન્સફર કરાવતા હતા. જે આધારે તેઓ મોટી કમાણી કરતા હતા. આ સંદર્ભે પોલીસે હજી તપાસ હાથ ધરી છે. પોલીસે પકડેલા આરોપીઓના નામ અમિત સથવારા હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેની સાથે બીજા બે લોકો પણ હતા. જેઓ પાસેથી કુલ 23 મોબાઈલ ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ અને કોમ્પ્યુટરના રાઉટર મળી આવ્યા છે. 


આ તારીખ બાદ ગુજરાતમાં બેસી જશે વિધિવત ચોમાસું! અંબાલાલ પટેલની મોટી આગાહી


છેલ્લા બે મહિનાથી આરોપી ભાડે મકાન રાખીને કોલ સેન્ટર ચલાવતા હતા જેની જાણ થતા અમે રેડ કરીને તાત્કાલિક આખું રાખેલ પકડી પડે છે હજી પણ આરોગ્યની કડક કાર્યવાહી કરવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા અરબીમાં અગાઉ એક આરોપી અન્ય ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે જ્યારે આરોપીઓ બહુ ખાસ ભણેલા નથી 10 કે 12 પાસ વ્યક્તિ ચલાવતા હતા. 


વાવાઝોડા સામે સરકારે જો આ પ્લાન બનાવ્યો ના હોત તો..! આજે ગુજરાત થયું હોત તહસનહસ!


રોજ રોજ વાત કરવાના કારણે તેઓ અંગ્રેજી પર આવી ગઈ હતી અને પહેલેથી સ્ક્રીપ્ટેડ વાત કરીને એ લોકોને ફસાવતા હતા. જોકે બોગ્સ કોલ સેન્ટર ચલાવતો મુખ્ય આરોપી હજી ફરાર છે જેને પકડવા તજવીજ હાથ ધરી છે.