Ambalal Patel Prediction: 'બિપોરજોય' બાદ ગુજરાતમાં હવે ચોમાસું બહુ દૂર નથી, અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી

Meteorologist Ambalal Patel's forecast: ZEE 24 કલાક ઉપર આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે. 28 જૂનથી 8 જુલાઈ વચ્ચે ગુજરાતના ચોમાસુ બેસશે. હાલ વાવાઝોડાના લીધે 16-17-18 જૂન સુધી વરસાદ પડશે. બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં વરસાદની આગાહી કરાઈ છે.

Ambalal Patel Prediction: 'બિપોરજોય' બાદ ગુજરાતમાં હવે ચોમાસું બહુ દૂર નથી, અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી

Ambalal Patel Prediction: વાવાઝોડાની અસરના લીધે આ વર્ષે ચોમાસુ મોડું શરૂ થશે. ZEE 24 કલાક ઉપર આગાહીકાર અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે. 28 જૂનથી 8 જુલાઈ વચ્ચે ગુજરાતના ચોમાસુ બેસશે. હાલ વાવાઝોડાના લીધે 16-17-18 જૂન સુધી વરસાદ પડશે. બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ઉત્તર ભાગમાં વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ રહેશે. આગામી રથયાત્રામાં મેઘરાજા હળવા વરસાદી છાંટાથી રથયાત્રાનું સ્વાગત કરશે.

આજે 12 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા ટ્વીટ કરીને રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. IMD અમદાવાદ મુજબ, આજે એટલે કે 16 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.

ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વાવાઝોડા બાદ હવે ચોમાસાની આગાહી કરી છે. વાવાઝોડું તો ગયું કે, હવે ચોમાસું ક્યારે આવશે તેવો સવાલ થાય છે. ત્યારે અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આગામી 28 જૂનથી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે.

આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ
બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે.

ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી 
તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પેટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેથી દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે. 

26 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. રાજ્યમાં 26 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news