રાજકોટમાં કોરોનાનો વધુ એક કેસ, 16 વર્ષના બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 42 કેસ નોંધાયા છે. જેમાંથી 41 રાજકોટ શહેર અને એક કેસ ગ્રામ્ય વિસ્તારમાં સામે આવ્યો છે.
રાજકોટઃ રાજકોટમાં વધુ એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 42 પર પહોંચી ગઈ છે. એક 16 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં કુલ 41 અને ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. શહેરમાં મોટા ભાગના કેસ જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયા છે.
16 વર્ષના બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
રાજકોટમાં એક 16 વર્ષના બાળકનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં કુલ કેસોની સંખ્યા 41 થઈ ગઈ છે. રાજકોટમાં કોરોનાના હોટસ્પોટ બનેલા જંગલેશ્વર વિસ્તારમાં કેસો સતત વધી રહ્યાં છે. સરકારે ત્યાં કર્ફ્યૂ પણ લગાવ્યું છે.
કોરોનાઃ એલજી હોસ્પિટલમાં ઓપીડી અને ઇમરજન્સી સેવાઓ 27 એપ્રિલ સુધી બંધ
શું છે ગુજરાતની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 2178 કેસ નોંધાયા છે. તેમાંથી 139 લોકો સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો રાજ્યમાં કુલ 90 લોકોના મોત પણ થયા છે. આમ જોઈએ તો ગુજરાતમાં મૃત્યુઆંક વધારે છે. હાલ ગુજરાતમાં 1949 એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાં 14 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચુક્યું છે. અહીં અત્યાર સુધી 1373 કેસ નોંધાવાની સાથે કુલ 53 લોકોના મૃત્યુ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર