ઉદય રંજન/અમદાવાદ: શહેરના દાણીલીમડા પોલીસમાં વધુ એક લવ સેક્સ અને ધોખાનો કિસ્સો સામે આવ્યો છે. હિન્દુ યુવતીએ વિધર્મી યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની માટે સૌથી મોટા સમાચાર; અંબાલાલની તારીખ સાથે ત્રીજા રાઉન્ડની તોફાની આગાહી


અમદવાદની દાણીલીમડા પોલીસ સ્ટેશનની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સનું નામ છે અશરફ અન્સારી. હિન્દુ યુવતીએ આરોપી અશરફ અન્સારી પર બળાત્કારની ફરિયાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદના વિગતોની વાત કરવામાં આવે તો આજથી દોઢ વર્ષ પહેલા ફરિયાદી યુવતી અને અશરફ અન્સારી નોકરીના સ્થળ પર સંપર્કમાં આવ્યા હતા.



ભ્રષ્ટાચાર નડ્યો! રૂપાણી અને કૌશિક પટેલને ભરાવવા ગયા પણ IAS લાંગા ખુદ ભરાયા, જાણો...


આ સંપર્ક મિત્રતામાં પરિવર્તિત થઇ હતી ત્યારબાદ બંને વધુ સમય સુધી ફોનના માધ્યમથી સંપર્કમાં હતા અને ત્યાર બાદ પ્રેમમાં પડયા હતા. આ દરમિયાન આરોપી અશરફ અન્સારીએ હિન્દૂ યુવતી સાથે અમદાવાદની અલગ અલગ હોટેલમાં લઇ જઈને શારીરિક  સંબંધ બાંધ્યા હતા અને આરોપી અશરફ અન્સારી યુવતી સાથે લગ્ન કરશે એવી લાલચ આપી હતી.


રખડતાં ઢોર મુદ્દે હાઈકોર્ટે AMC અને રાજ્ય સરકારનો લીધો ઉધડો, લોકોની દરકાર છે કે નહીં


બાદમાં પણ શારીરિક સંબંધ બાંધતો રહેતો હતો. ત્યારબાદ આરોપી અશરફ અન્સારી દ્વારા યુવતીને ગર્ભ રહી જતા યુવતીએ લગ્ન કરવાનું કહ્યું હતું પણ આરોપીએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા યુવતીએ આખરે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે દાણીલીમડા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે, ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતી ને 5 માસનું હાલ ગર્ભ છે. 


આ રાશિના જાતકો દેખાડો કરવામાં વાપરે છે બેફામ રૂપિયા, લાખોની કમાણી છતાં રહે છે કંગાળ