રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે AMC અને રાજ્ય સરકારનો ઉધડો લીધો, કહ્યું; 'સરકારને લોકોની દરકાર છે કે નહીં'

રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ છે. ગુજરાત હાઈકોર્ટે AMC અને રાજ્ય સરકારનો બરાબરનો ઉધડો લીધો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, રખડતા ઢોરના લીધે લોકોના મોત થતા હોવાથી સરકારને તેની દરકાર છે કે નહીં.

 રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટે AMC અને રાજ્ય સરકારનો ઉધડો લીધો, કહ્યું; 'સરકારને લોકોની દરકાર છે કે નહીં'

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં રખડતાં ઢોરનો મુદ્દો વિકટ બની રહ્યો છે, રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. તો બીજી બાજુ તંત્ર આ બાબતને લઇને મૌન સેવી રહ્યું છે. ત્યારે રસ્તા પર ફરતા પશુઓના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને નાના બાળકોથી લઈને વૃદ્ધો સતત તેનો ભોગ બની રહ્યાં છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કોઇનું આ રખડતા ઢોરના કારણે મૃત્યુ થાય છે. ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે.

રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ છે. ગુજરાત હાઈકોર્ટે AMC અને રાજ્ય સરકારનો બરાબરનો ઉધડો લીધો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, રખડતા ઢોરના લીધે લોકોના મોત થતા હોવાથી સરકારને તેની દરકાર છે કે નહીં. તાજેતરમાં દેહગામમાં રખડતા ઢોરના લીધે 83 વર્ષીય વિધવા મહિલાની પોતાની 56 વર્ષીય દીકરી મોતને ભેટી હતી. તેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને વળતર ચૂકવવા અરજી કરેલ તે વળતર ના મળતા ગુજરાત હાઇકોર્ટે વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

રાજ્ય સરકારે રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા નવી ગાઇડલાઈન બનાવવા અંગે બાહેંધરી આપી હતી. એટલું જ નહીં, રાજ્ય સરકાર જે ગાઈડ લાઈન બનાવે તે રાજ્યની તમામ લોકલ બોડીએ પાલન કરવાની રહેશે. કોર્પોરેશનને બનાવેલી પોલીસી સ્ટેન્ડિંગ કમિટીએ પરત મોકલતા હાઇકોર્ટ સ્ટેન્ડિંગ કમિટીનો પણ ઉધડો લીધો હતો.

હાઇકોર્ટના હુકમો બાદ પણ સમસ્યા યથાવત હોવાનું HCએ નોંધ્યું હતું. રસ્તાઓની ક્લોલિટીમાં પણ ઉણપ હોવાની રજુઆત કરાઈ હતી. ઢોરના હુમલાથી થતા મૃત્યુ અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા એ રાજયની પ્રથમ જવાબદારી બને છે. 156 પાલિકા, 8 મનપામાં ઢોરને નાથવા જરૂરી હોવાનું નોંધ્યું છે. રોંગ સાઈડ પર ચાલતા વાહનો સામે કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. હવે 18 જુલાઇના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news