નિલેશ જોશી/વાપી: ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા બલિઠા વિસ્તારમાં એક કથિત લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વિધર્મી યુવક બલિઠાની એક સગીરાનું અપહરણ કરી અને ફરાર થઈ ગયો હતો. સગીરાના પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા જ પોલીસે મામલાને ગંભીરતાથી લઈ ગણતરીના દિવસોમાં જ સગીરાનું અપહરણ કરી ફરાર થનાર રોશન સૈયદ નામના વિધર્મી ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અત્યારે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સોની પણ કલમ લગાવી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને સગીરાના અપહરણનો હેતુ શું હતો એ જાણવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેફામ નબીરા છે કે પોલીસ? રાજકોટમાં PSI એ દારૂના નશામાં કિશોરીને અડફેટે લીધી


વાપીના છેવાડે આવેલા બલિઠા વિસ્તારમાં રહેતા એક પર પ્રાંતિય પરિવારમાં ચાર દીકરીઓ હતી. પરિવારના માતા-પિતા બંને કંપનીઓમાં નોકરીએ જતા હતા. દિવસભર દીકરીઓ ઘરે એકલી રહેતી હતી . થોડા દિવસ અગાઉ જ સગીરા ઘરેથી જોવા નહીં મળતા. પરિવારજનોએ તપાસ કરતા. એક વિધર્મી યુવક વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ પોલીસે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લીધું હતું. અને આરોપી અને સગીરાને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. 


ખેડૂતોની જમીન મુદ્દે સરકારનો મોટો નિર્ણય, દૂર થયુ ગુજરાતના ખેડૂતોનું મોટું ટેન્શન


પોલીસે આરોપી સુધી પહોંચવા મોબાઈલ લોકેશન , આરોપીના સંપર્કો અને અન્ય ટેકનીકલ માહિતી અને બાતમીદારોના નેટવર્ક મારફતે આરોપી ને શોધવા મહારાષ્ટ્ર , તેલંગાણા અને કર્ણાટક સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે આરોપી મહારાષ્ટ્રના નાસિકથી સગીરા સાથે ઝડપાઈ ગયો હતો. વાપી પોલીસ આરોપી અને સગીરાને વાપી લાવી હતી.અને આરોપીની ધરપકડ કરી તેના વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.?? 


નવા સપ્તાહમાં કેવી હશે બજારની ચાલ? આવી રહ્યા છે આ કંપનીઓના ત્રિમાસિક પરિણામો


દેશમાં અને રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના?? કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે?? ત્યારે વાપીના બલિઠામાં પણ બનેલ?? કથિતલ લવ જેહાદ?? મામલે પણ વાપી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ વિધર્મી યુવક રોશન સૈયદ દ્વારા સગીરાના અપહરણ કરવાનો મકસદ શું હતો?? અને તેને કોણે કોણે મદદ કરી હતી?? તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે?? પોલીસે વીધર્મી યુવક અને સગીરાના મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ?? સગીરા સાથે આરોપી યુવકે દુસ્કર્મ પણ આચર્યું હતું. જેથી પોલીસે આરોપી અને પીડિતા ને મેડિકલ માટે મોકલવામાં આવ્યા હતા. તો આરોપીના રિમાંડ મેળવવાની તજવીજ હાથ ધરી છે??


રાજસ્થાન હોસ્પિટલની આગના Exclusive CCTV, જુઓ કેવી રીતે બેઝમેન્ટમાં લાગી હતી આગ


દેશભરમાં અત્યારે લવ જેહાદ ના વધી રહેલા કિસ્સાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અગાઉ વાપી અને વલસાડ જિલ્લામાં પણ આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત બલિઠામાં વિધર્મી યુવક દ્વારા સગીરા ના અપહરણ કરી જવાનો આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચા નું કેન્દ્ર છે. પોલીસે સમગ્ર પ્રકરણને ગંભીતાથી લઈ વિધર્મી યુવક રોશન સૈયદની આગવી ઢબે પૂછપરછ સરું કરી છે. આથી આગામી સમયમાં આ સગીરના અપહરણ પાછળનો હેતુ બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 


Punch CNG થી New Creta સુધી, ઓગસ્ટ મહિનામાં ધૂમ મચાવવા આવી રહી છે આ 6 Cars