રાજસ્થાન હોસ્પિટલની આગના Exclusive CCTV, જુઓ કેવી રીતે બેઝમેન્ટમાં લાગી હતી આગ

Rajasthan Hospital Fire : અમદાવાદ રાજસ્થાન હૉસ્પિટલમાં ફરી આગ લાગતા ઉઠ્યા અનેક સવાલ..બેઝમેન્ટમાં લાગેલી આગના કારણે અનેક લોકોને જીવ મુકાયા હતા જોખમમાં..દર્દીઓને ખસેડવાનો નિર્ણય મોડો કરાયો હોવાનો પણ દાવો

રાજસ્થાન હોસ્પિટલની આગના Exclusive CCTV, જુઓ કેવી રીતે બેઝમેન્ટમાં લાગી હતી આગ

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : ગુજરાતની હોસ્પિટલોમાં આગ લાગવી જેમ કોઈ ક્રમ બની ગયો છે. આ પહેલા પણ આવા અનેક બનાવો બન્યા છે. ત્યારે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હૉસ્પિટલમાં વહેલી સવારે ચાર વાગ્યે આગ લાગતા અફરાતફરી મચી ગઈ. હૉસ્પિટલના બેઝમેન્ટ 2માં આગ લાગી હતી. જ્યાં હૉસ્પિટલનો ટાયર, ફર્નિચર સહિતનો ભંગાર રાખવામાં આવ્યો હતો. આગ લાગતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. ચાર કલાકની જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી. આગ લાગતા તકેદારીના ભાગરૂપે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા. દર્દીઓને ઓસવાલ ભવન અને આનંદ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે આ આગના એક્સક્લુઝિવ ફુટેજ સામે આવ્યા છે. જેમાં બેઝમેન્ટ-2 માં કેવી રીતે આગ લાગી હતી તે રાજસ્થાન હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે. સ્પાર્ક થયો હોવાનું વીડિયોમાં દેખાય છે. 

અમદાવાદ રાજસ્થાન હૉસ્પિટલ આગના સીસીટીવી સામે આવ્યા છે. ZEE 24 કલાક પર આગના EXCLUSIVE સીસીટીવી છે. જેમાં દેખાય છે કે, આગ લાગી ત્યારે બેઝમેન્ટમાં ગાડીઓ પાર્ક હતી. આગ ધીમે-ધીમે આગળ વધતી જોવા મળી છે. આગ બાદ ધુમાડો છવાઈ જતો સીસીટીવીમાં જોવા મળ્યો છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 30, 2023

 

આગ કરતા સારવારના દ્રશ્યો ભયાવહ
રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગ કરતા પણ હોસ્પિટલમાંથી તાત્કાલિક બહાર કઢાયેલા દર્દીઓને સારવાર આપવાના દ્રશ્યો વધુ ભયાવહ હતા. આગ ગઈ ત્યારે રાજસ્થાન હોસ્પિટલમાં કુલ 106 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. 4 દર્દીઓ જે ક્રિટિકલ હતા તેમને સામેની આનંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 4 ક્રિટિકલ દર્દીઓને બાપ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. એક ક્રિટિકલ દર્દીને ઓસ્વાલમાં પણ સારવાર આપવામાં આવી રહી છે. કુલ 2 લાખ 60 હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ બૂઝવવામાં આવી હતી. આગ બૂઝવવામાં લગભગ 5 કલાક જેટલો સમય લાગ્યો હતો. ત્યા સુધીમાં દર્દીઓને રસ્તા પર જ સૂવડાવીને સારવાર આપવામાં આવી હતી. ઓસવાલ ભવનમાં દર્દીઓને શિફ્ટ કરાયા ત્યારે તેઓને બીજા માટે નીચે સૂવડાવવામાં આવ્યા હતા. જમીન પર જ તેમની સારવાર શરૂ કરાઈ હતી. 

આગ લાગ્યા બાદ ઓસવાલ ભવનમાં જ આખી હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી છે. ઓસવાલ ભવનના તમામ રૂમો ખોલી દેવામાં આવ્યા હતા અને રૂમમાં દર્દીઓને રાખવામાં આવ્યા હતા. જ્યારે ભવનના બીજા માળે હોલ આવેલો છે. જે હોલમાં 40 જેટલા દર્દીઓને રાખવામાં આવ્યા છે. જ્યાં તેમની નીચે સુવડાવીને સારવાર કરવામાં આવી રહી છે. હોલમાં જ અલગ અલગ દવાઓ અને ઇન્જેક્શનો વગેરેની વ્યવસ્થા કરી ડોક્ટર દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
 

પ્રાપ્ત માહિતી અનુસાર,બેઝમેન્ટમાં એક ગાડીમાં બ્લાસ્ટ થયો. બેઝમેન્ટમાં મૂકાયેલી ગાડીઓ પણ આગની ઝપેટમાં આવી હતી. બેઝમેન્ટમાં ફોર વહીલર અને ટુ વહીલર ગાડીઓ પાર્ક કરાયેલી હતી. એક દર્દીએ કહ્યું કે, મારા દીકરાની વહુ આ હોસ્પિટલમાં એડમિટ હતી. અમને સવારે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ પાર્કિંગમાંથી અમારી ગાડી હટાવી લેવા કહેવાયુ હતું. અમે જઈને જોયુ તો ચારેતરફ ધુમાડો હતો. 

અંદર કંઈપણ વસ્તુ દેખાતી નથી તેમજ ફાયર બ્રિગેડના જવાનો ઓક્સિજન માસ્ક સાથે પણ 10 મિનિટથી વધારે અંદર રહી શકતા નથી. ચક્રવાત મશીનની મદદથી હાલ ધૂમાડો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાને જોવા માટે લોકોના ટોળેટોળા પણ હોસ્પિટલની બહાર ઉમટ્યા હતા. પોલીસે તેઓને બહાર ખસેડવામાં આવ્યા હતા.

રાહતના સમાચાર એ છે કે, આગ બેઝમેન્ટમાં લાગી હોવાથી કોઇ જાનહાનિ થઈ નથી. પરંતુ ધૂમાડો વધુ હોવાથી ફાયર વિભાગ બેઝમેન્ટમાં ઓક્સિજન માસ્ક સાથે પણ 10 મિનિટથી વધારે અંદર રહી શકતા નથી. જેના કારણે આગ પર કાબૂ મેળવવામાં મૂશ્કેલી પડી હતી. આગમાં ધુમાડો વધુ ફેલાયો તેનું મોટું કારણ ફાયર લોડ છે. વાહનો,  ટેબલ, ફર્નિચરનો સ્ક્રેપ એટલો વધુ હતો કે ફાયર જવાનો અંદર જઈ શક્યા ન હતા. સ્ક્રેપના કારણે આગ વધુ ઝડપથી ફેલાતી હોય છે. હાઇકોર્ટની ફટકારો બાદ હોસ્પિટલોએ શું ધ્યાન રાખ્યું. ફાયર સ્પ્રીંક્લર બેઝમેન્ટમાં છે, જે 68 ડિગ્રી તાપમાને જાતે એક્ટિવેટ થઇ પાણીનો છંટકાવ કરે છે. પણ તેને સ્ટાર્ટ થવામાં સમય લાગ્યો હોવાનો અંદાજ જેના કારણે આગ વધી ફેલાઈ અને ધુમાડો વધી ગયો તેવું પણ અનુમાન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news