અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારની નજીક પહોંચી ગઈ છે. લોકોની સાથે કોરોના વોરિયર પણ તેનો ભોગ બની રહ્યાં છે. તો હવે શહેરમાં વધુ એક કોર્પોરેટર કોરોના વાયરસનો શિકાર બન્યા છે. ઈન્ડિયાકોલોની વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ અમદાવાદમાં અત્યાર સુધી કુલ પાંચ કોર્પોરેટરો અને એક ધારાસભ્ય કોરોનાનો શિકાર બની ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્પોરેટર યશવંત યોગી કોરોના પોઝિટિવ
કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યથવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનો પાંચમાં કોર્પોરેટર છે જે કોરોનાનો શિકાર બન્યા છે. આ પહેલા ગોતા અને મણિનગર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના બે કોર્પોરેટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં બદરુદ્દીન શેખનું નિધન પણ થયું હતું. તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોનાનો ભોગ બની ચુક્યા છે. 


સિવિલ હોસ્પિટલમાં 10 સગર્ભાઓએ કોરોનાને આપી મ્હાત


શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાત જિલ્લામાં ગઈકાલે સાંજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી કુલ 13273 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5880 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. તો 802 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 9724 કેસ નોંધાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર