ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ શહેરમાં ફરી એકવાર વધુ એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં વધુ એક આશાસ્પદ ક્રિકેટરનું મોત થતા ખભભળાટ મચ્યો છે. રાજકોટના શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમીને પરત આવતા ભરત બારિયાનું અચાનક મોત થતાં પરિવારજનોમાં આક્રંદ જોવા મળ્યો છે. હાલ ભરત બારિયાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે અલ-નીનોની અસરથી સમગ્ર દેશમાં દુકાળનો ખતરો! માત્ર સારા વરસાદની 10 ટકા સંભાવના


છેલ્લા એક મહિનામાં ક્રિકેટ કે ફૂટબોલ જેવી રમત રમી રહ્યા હોય અને તે દરમિયાન મૃત્યુ નીપજે તેવા બનાવો રાજકોટમાં વધી રહ્યા છે ત્યારે વધુ એક યુવાન ક્રિકેટ રમી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન તેનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું હતું. પાલનપુરના ડીસાના રહેવાસી ભરત બારીયા નામનો યુવાન તેના પરિવારજનો સાથે રાજકોટમાં તેની બહેનને ત્યાં દીકરાના લગ્ન હોવાથી તેઓ સહ પરિવાર સાથે લગ્નમાં આવ્યા હતા. 


તે દરમિયાન આ યુવાન રાજકોટના શાસ્ત્રીમેદાન માં ક્રિકેટ રમી પરત જઈ રહ્યા હતા ત્યારે ભરતભાઈને એકાએક છાતીમાં દુખાવો તેમજ ચક્કર આવી જતા તેઓ નીચે પડી ગયા હતા. જેથી તેની સાથે ક્રિકેટ રમી રહેલા તેના મિત્રો તેમજ સગા સંબંધી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું હતું.


આ ઘટનાની જાણ તેના પરિવારને થતા તેઓ તાત્કાલિક સિવિલ ખાતે દોડી આવ્યા હતા. ભરતભાઈ ની ઉંમર 40 વર્ષની હતી અને તેઓને અગાઉ એક પણ પ્રકારની બીમારી ન હતી. તેમજ તેમને સંતાન પણ ન હતું


Team India: ટીમ ઈન્ડિયાનો ઐતિહાસિક 'મહા રેકોર્ડ', પ્રથમ વખત રચ્યો ઈતિહાસ


મહત્વનું છે કે, અગાઉ 16 દિવસ પૂર્વે ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો રવિ ગાવડા નામનો યુવક સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો અને સ્થાનિક ટીમ સાથે ટેનિસ બોલથી ક્રિકેટની મેચ રાખી હતો, રવિ બેટિંગમાં આવ્યો ત્યારે તેને ટેનિસનો બોલ લાગતાં તે ઇન્જર્ડ થયો હતો. તેને છાતીમાં સહેજ દુખાવો ઊપડતાં તે બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઈને બેઠો હતો અને મેચ જોતો હતો.


સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ


અચાનક જ રવિ કારમાંથી નીચે ફંગોળાયો હતો અને બેભાન થઇ ગયો હતો. આ દૃશ્ય જોઇ તેના મિત્રોએ મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી તેને કારમાં જ હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું.