સરકારી અધિકારીઓના સ્વાંગમાં બેફામ ફરી રહ્યા છે નટવરલાલ! ગુજરાતની એજન્સીઓના નાકમાં કર્યો છે દમ
ગવર્નમેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નાયબ મામલતદારનું ખોટું આઈકાર્ડ બનાવી તેનો દુરુઉપયોગ કરવાનો સાથે આ નકલી નાયબ મામલતદાર કિરીટ અમીન પર વલસાડના ધરમપૂર પોલીસ સ્ટેશનમાં 12 લાખની છેતરપિંડીની ફરિયાદ અને અમદાવાદ જીલ્લાના કેરાળા GIDC પોલીસે સ્ટેશનમાં 39 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચુકી છે.
ઉદય રંજન/અમદાવાદ: વધુ એક વખત ગુજરાત સરકારનો નકલી અધિકારી અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચ એ ઝડપી પાડયો છે. આ વખતે નકલી ગુજરાત સરકારના રેવન્યુ વિભાગનો નાયબ મામલતદાર બની રોફ જમાવતો ઝડપાડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નકલી અધિકારી પર લાખોની છેતરપિંડીની પણ ફરિયાદ નોંધાયેલ છે. .
દોઢ લાખથી વધુ ગરીબ બાળકોનું પેટ ઠારનાર કર્મચારીઓના ખુદના જ બાળકો ભૂખ્યા!
SOG ક્રાઇમે ધરપકડ કરેલા શખ્સનું નામ કિરીટ અમીન છે. જેના પર આરોપ છે કે ગવર્નમેન્ટ ઓફ ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નાયબ મામલતદારનું ખોટું આઈકાર્ડ બનાવી તેનો દુરુઉપયોગ કરવાનો સાથે આ નકલી નાયબ મામલતદાર કિરીટ અમીન પર વલસાડના ધરમપૂર પોલીસ સ્ટેશનમાં 12 લાખની છેતરપિંડીની ફરિયાદ અને અમદાવાદ જીલ્લાના કેરાળા GIDC પોલીસે સ્ટેશનમાં 39 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચુકી છે. હાલ તે બંને ગુનામાં ફરાર છે. SOG ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે કિરીટ અમીન નામનો શખ્સ વલસાડ અને ધરમપુરના ગુનામાં ફરાર છે અને અમદાવાદ આવાનો છે તે બાતમીના આધારે પોલીસે વોચમાં બેઠી હતી અને મળી આવતા ધરપકડ કરી હતી.
કચ્છમાં ભગવો લહેરાયો : જિલ્લા પંચાયત, નગરપાલિકા બાદ તાલુકા પંચાયતમાં પણ ભાજપનું શાસન
આ નકલી નાયબ મામલતદાર કિરીટ અમીનની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આ નકલી ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ નાયબ મામલતદારનું આઈકાર્ડ બનાવીને પોતાના લાભ ઉઠાવતો હતો. જેમાં ગુજરાતના ટોલટેક્ષ સહીત લોકોમાં પોતાનો રૌફ જમાવતો હતો. ત્યારે SOG ક્રાઇમ બ્રાંચ એ તપાસ શરુ કરી છે કે આ ખોટી ઓળખ અને બનાવટી આઈકાર્ડથી આર્થિક ફાયદો કે અન્ય કોઈ ફાયદો ઉઠાવ્યો છે કે નહિ. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વર્ષ 2016 સુધી આરોપી કિરિટ અમીન મોડાસા ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો એ સમય ગાળા દરમિયાન આ આઈકાર્ડ બન્વ્યું હોઈ શકે છે. આ આઈકાર્ડ બનાવી આપવામાં અન્ય કોઈ એ મદદ કરી છે કે કેમ એ અંગે પણ તપાસ શરુ કરી છે.
Lowest home loan rates: આ 10 બેંકો આપી રહી છે સાવ ઓછા વ્યાજે હોમ લોન
SOGની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કિરીટ અમીન પર વલસાડના ધરમપુર અને અમદાવાદ જિલ્લાના કેરાળા GIDC પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ ચુકી છે, જે બંને ફરિયાદમાં આરોપી કિરીટ અમીન અને તેના સાગરીતો ગેંગ બનાવીને સસ્તું સોનું આપવાનું કહીને નકલી પોલીસ બની ફરિયાદી સાથે છેતરપીંડી કરી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આરોપી કિરીટ અમીન આ સિવાયના અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ?
NPS Scheme: નિવૃત્તિ પર મળશે 1 કરોડ રૂપિયાથી વધુ, આ સરકારી સ્કીમમાં કરો રોકાણ