આનંદો! ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવાની યોજના સરળ બની, જાણો કેવી રીતે કરશો અરજી
Tar Fencing Yojana 2023: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં આ યોજના માટે રૂ. 350 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત 27,700 હેક્ટર વિસ્તાર માટે રનીંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત સરકારે ફરી એક વાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કાંટાળા તારની વાડ બનાવવાની યોજના‘ની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી.
World Cup 2023: વર્લ્ડકપ ભારત જ જીતશે! બન્યો એક અદ્ભુત સંયોગ, ચાહકો ખુશખુશાલ
રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે તેમની રજૂઆતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ પાંચ હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવતી હતી, જેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર નક્કી કરવામાં આવી છે.
રાજકોટમાં એક જ દિવસમાં બે યુવકોના હાર્ટએટેકથી મોત, એકને જન્માષ્ટમીના કાર્યક્રમમાં દુ
કૃષિમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં આ યોજના માટે રૂ. 350 કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત 27,700 હેક્ટર વિસ્તાર માટે રનીંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ માટે આગામી સમયમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ લેવામાં આવશે.
ન તો IIT કે IIM... પતિએ નોકરી છોડી, પછી પતિ-પત્નીએ મળીને બનાવી ₹8,000 કરોડની કંપની
ભૂંડ, રોઝ અને નીલ ગાય જેવા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના અમલમાં મુકેલ. આ યોજનાને વધુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે તેમાં ઘણા સુધારાઓ પણ કરવામાં આવ્યા, અને આજે વધુ એક નવો સુધારો કરવામાં આવ્યો છે.
મહેસાણાના ઊંઝા નજીક 3 હવસખોરોના કાંડથી ખળભળાટ; સગીરાને ઝાડીઓ લઈ જઈ પીંખી નાખી+
વાયર ફેન્સીંગ યોજના માટે સ્પષ્ટીકરણ
થાંભલાઓના યોગ્ય સ્થાપન માટે, ખોદકામનું માપ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ સહિત દરેક દિશામાં 0.40 મીટર તરીકે નોંધવું જોઈએ. યોજના માટે ઉપયોગમાં લેવાતા કોંક્રિટ થાંભલાઓની લંબાઈ 2.40 મીટર હોવી જોઈએ, જેની પહોળાઈ અને ઊંચાઈ 0.10 મીટર હોવી જોઈએ. આ થાંભલાઓમાં ઓછામાં ઓછા ચાર સેર હોવા જોઈએ, દરેકનો વ્યાસ 3.50 મિલીમીટરથી ઓછો ન હોય. બે થાંભલાઓ વચ્ચેનું અંતર 3 મીટરથી ઓછું ન હોવું જોઈએ. સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે, વાડની બંને બાજુએ દર 15 મીટરે પૂરક થાંભલાઓ મૂકવાની જરૂર છે. આ પૂરક થાંભલાઓમાં પ્રાથમિક થાંભલાઓ જેવા જ પરિમાણો હોવા જોઈએ. થાંભલાઓનો પાયો બનાવતી વખતે, 1:5:10 ના ગુણોત્તરમાં સિમેન્ટ, રેતી અને શ્યામ બિનપ્રક્રિયા કરેલ સામગ્રીનો ઉપયોગ કરવો જરૂરી છે.
જરૂરી વિશિષ્ટતાઓને પૂર્ણ કરવા માટે, વપરાયેલ કાંટાળો તાર લાઇન વાયર અને પોઇન્ટ વાયર બંને માટે લઘુત્તમ વ્યાસ 2.50 મીમી હોવો આવશ્યક છે. વધુમાં, વત્તા-માઈનસ રેશિયો 0.08 મીમીની અંદર હોવો જોઈએ. કાંટાળો તાર ISS ના ડબલ વાયર માર્કિંગ ધરાવતો હોવો જોઈએ અને ગેલ્વેનાઈઝ્ડ અને GI સાથે કોટેડ હોવો જોઈએ.
તાર ફેન્સીંગ યોજનાના ફાયદા
આ યોજના બે હપ્તામાં સહાય પૂરી પાડે છે. પ્રથમ તબક્કા દરમિયાન, ખેડૂતો 50% સબસિડી માટે પાત્ર છે. 100 પ્રતિ મીટર અથવા કુલ ખર્ચના 50%, જે પણ ઓછું હોય. આ સબસિડી મેળવવા માટે ખેડૂતોએ જરૂરી થાંભલા સ્થાપિત કરવા અને ચકાસણી પ્રક્રિયા પસાર કરવી પડશે. પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ બીજા તબક્કા માટે 50% સહાય ચુકવણી ઓફર કરે છે.
ભાજપના આ દિગ્ગજ નેતા જાહેર કાર્યક્રમમાં ક્યારેય હાર પહેરતા નથી, સામે આવ્યું સિક્રેટ
Tar Fencing Yojana 2023 માટેની પાત્રતા
વ્યક્તિગત ખેડૂતો અથવા ખેડૂતોના જૂથની અરજી હાલમાં મૂલ્યાંકન હેઠળ છે. સમીક્ષા પ્રક્રિયામાં ખેડૂત અથવા ખેડૂત જૂથની વિગતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં તેમની અરજી અને તેમના બેંક નાણાકીય ખાતા વિશે સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. અરજી સાથે આગળ વધવા માટે વર્ગ 7/12 અને વર્ગ 8A ની માહિતી સાથે આધાર કાર્ડની નકલ બીડવી જરૂરી છે. આ દસ્તાવેજો આવશ્યક આવશ્યકતાઓ છે.
શું અ'વાદમાં કંઈક મોટું થવાનું હતું? LCB સ્કોર્ડને મળી મોટી સફળતા, 6 મોતના સોદાગરો..
તાર ફેન્સીંગ યોજના 2023 માટે કેવી રીતે અરજી કરશો?
Tar Fencing Yojana 2023 માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. અરજી કરવા માટે તમે સત્તાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in પર જઈ શકો છો.
Ambani Driver Salary: અંબાણીના ડ્રાઈવરને મળે છે આટલા લાખોનો પગાર, જાણીને ચોંકી જશો
શું છે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના-
- આ યોજના અંતર્ગત ખેડૂતોએ પોતાની જમીનોનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહેશે. તમામ સમજોના ખેડૂતોએ ઓછામાં ઓછી 5 હેક્ટર જમીનનું ક્લસ્ટર બનાવી અરજી કરવાની રહશે. ( જે પહેલા 15 થી 20 હેક્ટર હતી. )
- પોતાના ખેતરની ચારેબાજુના ખેડૂતો ભેગા થઈ તેમાં એક ગ્રૂપ લીડર નિમવાનો રહેશે.
- જે ક્લસ્ટર થાય તે પ્રમાણે લાભાર્થી જુથની અરજીઓ કરવાની છે. અરજી મુજબ રનિંગ મીટર દિઢ 200/- રૂપિયા અથવા થનાર ખર્ચના 50 % જે બંનેમાથી ઓછું હશે તે મુજબ સહાય મંજૂર થશે.
- i-khedut portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.જીલ્લાવાર લક્ષ્યાંકની ફાળવણી માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવાની રહેશે. તેમાં વધુ અરજીઓ આવે તો ઓનલાઇન ડ્રો પધ્ધતિથી મંજૂરી આપવાની રહેશે.
- તે ડ્રોમાં પણ પસંદગી ન પામે તો તે અરજી પછીના વર્ષમાં કેરી ફોરવોર્ડ કરવામાં આવશે. જેથી લાભાર્થીએ ફરી અરજી કરવાની ન રહે.
- અરજીને મંજૂરી આપતા પહેલા થર્ડ પાર્ટી દ્વ્રારાહકીકતમાં તાર ફેન્સીંગ થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે. કામગીરી પૂર્ણ થઈ ગયું છે કે નહીં તેપણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન દ્વારા ચકાસણી થશે.
- તેના મારફત રિપોર્ટ બનશે અને તે મુજબ ચુકવણી કરવાની રહેશે. તેની ચકાસણી સમયે gps લોકેશન ટેગિંગ કરવાનું રહેશે.
- નક્કી કરાયેલ ગુણવત્તા કે ડીઝાંઇન મુજબ કામગીરી થયેલ નહીં હોય તો, અથવા ઓછા માલ સામાન વાળી કામગીરી કરશે તો, કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ મળી શકશે નહીં.
- ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવ્યા પછી તેની નિભાવણીનો ખર્ચ જાતેજ કરવાનો રહેશે.
- આ કાંટાળી તારની વાડ બનાવવાની યોજનાનો લાભ ખેડૂતોને જે તે સર્વે નંબરમાં એકવાર જ મળશે. અને અગાઉ યોજનાનો લાભ મળી ગયેલ હોય તો ફરીવાર મળવાપાત્ર થશે નહીં.
- આ યોજનાનો અમલ સમગ્ર ગુજરાત રાજયમાં કરવાનો રહેશે.