Lok Sabha Election 2024: ગુજરાતમાં કોંગ્રેસની સાથે અન્ય પક્ષની પણ હાલત ખરાબ થઈ રહી છે અને તેમના પણ નેતાઓ રાજીનામા આપીને ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. આજે પણ ભાજપમાં કોંગ્રેસ નેતાઓનો ભરતી મેળો યથાવત રહ્યો છે. લોકસભા ચૂંટણી પહેલાં જ આણંદ કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. 7 વખત ધારાસભ્ય રહી ચુકેલા કોંગ્રેસના નિરંજન પટેલે કેસરિયા કરી લીધા છે. કોંગ્રેસમાં સતત અવગણના થતાં પોતાના 500થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. હાલમાં ગુજરાત ભાજપ એ કોંગ્રેસયુક્ત બની ગયું છે.ભાજપમાંથી 100થી વધારે નેતાઓ જોડાયા છે. મૂળ ભાજપી કોણ એ હવે સવાલ થવા લાગ્યો છે. જનસંઘથી ભાજપ માટે કામ કરતા લોકોમાં નારાજગી વધી છે પણ ભાજપ કોઈ પણ સંજોગોમાં ઓપરેશન લોટસને બંધ કરવાના મૂડમાં નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માનું આ નિવેદન સાંભળીને તૂટી જશે કરોડો ચાહકોના દિલ, સંન્યાસ વિશે જણાવ્યું


500થી વધુ કાર્યકરોએ પણ કેસરિયા કર્યા
રાજકીય પક્ષો પોતાના પક્ષને વધુન વધુ મજબૂત બનાવવા મેદાન પર ઉતર્યા છે. ત્યારે ભાજપ ગુજરાતમાં વધુ વધુ મજબૂત સ્થિતિમાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલે કેસરિયા કર્યા છે. સીઆર પાટીલે તેમને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યુ છે. તેમની સાથે પેટલાદ વિધાનસભા વિસ્તારનાં 500થી વધુ કાર્યકરોએ પણ કેસરિયા કર્યા હતા.


સાહેબ હવે બોલો! મકાનો ગરીબોના કે ભાજપીઓના, 2 કોર્પોરેટરના પતિઓએ 20 મકાન પચાવી પાડ્યા


કોંગ્રેસના પૂર્વ MLA નિરંજન પટેલ ભાજપમાં જોડાયા
આજે વધુ એક પૂર્વ ધારાસભ્યએ પંજાનો સાથ છોડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ MLA નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે. નિરંજન પટેલ પેટલાદના પૂર્વ ધારાસભ્ય છે, કોંગ્રેસ પાર્ટીના કદ્દાવર નેતા પણ છે, નિરંજન પટેલ 6 ટર્મ સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિરંજન પટેલને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા છે.


શિક્ષકની ક્રૂર હેવાનિયત; બે વાર દુષ્કર્મ કર્યા બાદ 14 વર્ષીય સગીરાની આંગળી કરડી ખાધી