રોહિત શર્માનું આ નિવેદન સાંભળીને તૂટી જશે કરોડો ચાહકોના દિલ, જણાવ્યું ક્યારે લેશે નિવૃત્તિ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં મળેલી શાનદાર જીત બાદ પોતાની નિવૃત્તિ વિશે નિવેદન આપ્યું છે. ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ 4-1થી જીતી છે.
Trending Photos
ધર્મશાલાઃ Rohit Sharma Retirement: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયાએ 4-1થી કબજે કરી છે. આ સિરીઝમાં મળેલી જીતની સાથે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. સિરીઝના પ્રથમ મુકાબલામાં પરાજય બાદ ફેન્સને લાગી રહ્યું હતું કે શ્રેણી રોમાંચક થવાની છે, પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને સતત ચાર ટેસ્ટ મેચમાં જીત મેળવી. આ સિરીઝમાં રોહિત શર્માની કેપ્ટનશિપ શાનદાર રહી છે. આ વચ્ચે રોહિતે મેચ બાદ પોતાની નિવૃત્તિને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.
નિવૃત્તિ પર શું બોલ્યો કેપ્ટન રોહિત
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધર્મશાલામાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ જિયો સિનેમા સાથે વાત કરતા પોતાની નિવૃત્તિ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે તે ક્રિકેટમાંથી ક્યારે નિવૃત્તિ લેશે અને તે આ સમયે કેવો અનુભવ કરી રહ્યો છે. તેણે કહ્યું કે જ્યારે એક દિવસ હું ઉઠીશ અને મને લાગશે કે હું સારૂ અનુભવ કરી રહ્યો નથી તો હું ક્રિકેટથી દૂર થઈ જઈશ. મને લાગે છે કે છેલ્લા 2-3 વર્ષથી મેં મારી રમતમાં સુધાર કર્યો છે. રોહિત શર્માના આ નિવેદને ઘણઆ ફેન્સના દિલ તોડી નાખ્યા છે. મહત્વનું છે કે રોહિત છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
કેપ્ટન તરીકે રોહિત શર્મા દમદાર
રોહિત શર્માએ ભારતીય કેપ્ટન તરીકે 115 મેચ રમી છે. જ્યાં તેણે 85 જીત મેળવી તો 26 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બે મેચ ડ્રો રહી તો એક મેચમાં પરિણામ આવ્યું નથી. વાત ટેસ્ટ ક્રિકેટની કરીએ તો રોહિત શર્માએ કેપ્ટનના રૂપમાં 15 ટેસ્ટ મેચમાં ભાગ લીધો છે. આ મેચમાં નવ વખત જીત મળી તો ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિતની જીતની ટકાવારી 69.23 ટકા છે. રોહિતનો રેકોર્ડ કેપ્ટન તરીકે શાનદાર રહ્યો છે. જૂન મહિનામાં ટીમ ઈન્ડિયા રોહિતની આગેવાનીમાં ટી20 વિશ્વકપમાં પણ ઉતરવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે