ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં કોરોનામાં મૃત્યુ પામનાર માતા-પિતાના અનાથ બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કોરોનામાં મૃત્યુ પામનાર માતા-પિતાના અનાથ બાળકો માટે સરકારે એક સુંદર ભેટ આપી છે. પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કન્યા 18 વર્ષની લગ્ન કરે તો તેને બે લાખ રૂપિયાની સહાય સરકાર આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ અંગેનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે. લાભાર્થી કન્યાએ લગ્ન કર્યા બાદ બે લાખની સહાય માટે અરજી કરવી પડશે.