ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય; આખા ગુજરાતના ખેડૂતોને મળશે આ લાભ
રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મોટી જાહેરાત કરી છે. જેમાં રાજ્યના 14 જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી અપાશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 14 જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને વીજળી પુરી પાડવામાં આવી રહી છે.
સપ્ટેમ્બરમાં 2 વરસાદી સિસ્ટમ ગુજરાતને ધમરોળશે! જાણો ક્યારે આવશે વાતાવરણમાં પલટો
અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 જિલ્લાઓમાં કાર્યરત 10 કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર,પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જેની અમલવારી તા. 02.09. 2023થી કરાશે.
કેન્દ્ર સરકારે પાંચ દિવસ માટે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, 10 બિલ થઈ શકે છે રજૂ
આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તા.૦૫.૦૯. ૨૦૨૩થી ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
હવે WhatsApp પાછળ પડી ગયા Elon Musk! X વડે કરી શકશો Video અને Audio કોલ