હવે WhatsApp પાછળ પડી ગયા Elon Musk! X વડે કરી શકશો Video અને Audio કોલ, જાણો કેવી રીતે

Elon Musk એ આજે એટલે 31 ઓગસ્ટના રોજ નવું ટ્વીટ કર્યું અને તમામને આશ્વર્ય ચકિત કરી દીધા. તેમણે X પર ઓડિયો અને વીડિયો કોલિંગ કરવાની જાહેરાત કરે છે. તેના પર ટ્વિટ કર્યું છે.  

હવે  WhatsApp પાછળ પડી ગયા Elon Musk! X વડે કરી શકશો Video અને  Audio કોલ, જાણો કેવી રીતે

Video Call From X: મોટાભાગના લોકો ઓડિયો અને વીડિયો કોલિંગ માટે WhatsAppનો ઉપયોગ કરે છે. તે કોલિંગ માટે સૌથી લોકપ્રિય એપ બની ગઈ છે. પરંતુ એલોન મસ્ક અહીં પણ આગળ રહેવા માંગે છે. તેઓએ X પર ઓડિયો અને વિડિયો કોલિંગની જાહેરાત કરી છે. તેણે આ અંગે ટ્વીટ કર્યું છે. તેમના આ ટ્વીટને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

તેણે X પર પોસ્ટ કરીને લખ્યું, 'X પર વીડિયો અને ઓડિયો કોલ આવી રહ્યા છે. તે iOS, Android, Mac અને PC પર કામ કરશે. મોબાઈલ નંબરની જરૂર રહેશે નહીં. ઉપરાંત તેમણે લખ્યું કે X એક અસરકારક વૈશ્વિક એડ્રેસ બુક છે. આ ફેક્ટર ખૂબ યૂનિક છે.

ડિઝાઇનરે આપી હતી હિંટ
તમને જણાવી દઈએ કે, Xના ડિઝાઇનર એન્ડ્રીયા કોનવે (Andrea Conway) એ સંકેત આપ્યો હતો કે પ્લેટફોર્મ પર કોલિંગ ફીચર આવવાનું છે. 10 ઓગસ્ટના રોજ તેમણે ટ્વિટ કર્યું અને લખ્યું, 'હમણાં જ X પર કોઈને કૉલ કર્યો.'

ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને આપશે ટક્કર
કોલિંગ ફીચર લાવીને તેઓએ મેટાને ટેન્શનમાં મૂકી દીધું છે, કારણ કે આ ફીચર ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર હાજર હતું. પરંતુ હવે તે X પર પણ શરૂ થઈ રહ્યું છે. ઇલોન મસ્કે મે મહિનામાં પહેલીવાર આ ફંક્શન વિશે વાત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'ખૂબ જ ટૂંક સમયમાં અમે વીડિયો અને ઓડિયો કોલની સુવિધા લાવીશું. આની મદદથી દુનિયામાં ગમે ત્યાં કોલ કરી શકાય છે. આ માટે ફોન નંબરની પણ જરૂર નહીં પડે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news