હવે શહેર પોલીસ પણ સુરક્ષિત નથી! આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ કે પોલીસકર્મીને ફટકાર્યો
નરોડા પોલીસ સ્ટેશનમાં ઉભેલા શખ્સોના નામ મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલા છે. આ ત્રણેય આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ કે તેઓએ એક પોલીસકર્મીને માર માર્યો છે જેના બદલામાં આજે પોલીસ સ્ટેશનમાં આવવાનો વારો આવ્યો છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં મારામારીની અસંખ્ય ઘટનાઓ દરરોજ પોલીસ મથકે નોંધાતા હોય છે પરંતુ હવે શહેર પોલીસ પણ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે. વધુ એક વખત પોલીસ કર્મી પર હુમલાનો બનાવ નરોડા પોલીસના ચોપડે નોંધાયો છે.
'અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું'
નરોડા પોલીસ સ્ટેશનમાં ઉભેલા શખ્સોના નામ મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલા છે. આ ત્રણેય આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ કે તેઓએ એક પોલીસકર્મીને માર માર્યો છે જેના બદલામાં આજે પોલીસ સ્ટેશનમાં આવવાનો વારો આવ્યો છે.
ગુજરાતમાં જામ્યું ચોમાસું! છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ, આ તાલુકાઓમાં પાણી જ પાણી
જો આ આખી ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદેવસિંહ ઝાલા સોમવારે પોતાનું મોટરસાયકલ લઈને રાતના સમયે કઠવાડાથી નરોડા તરફ પસાર થતા હતા. તે દરમિયાન હંસપુરા બ્રિજ પહેલા એક મોટરસાયકલ ઉપર ત્રણ બેફામ રીતે વાહન ચલાવતા અને તેઓને ઓવરટેક કરતા તેઓએ ત્રણે જણાને મોટરસાયકલ ધીમે જોઈને ચલાવવાનું જણાવ્યું હતું. તે બાદ તે આગળ પહોંચતા હંસપુરા સર્કલ ખાતે ત્રણે જણાએ પોલીસકર્મી જયદેવસિંહ ઝાલાને ઉભા રાખી બોલાચાલી કરી હતી.
156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો આંક બદલાયો, આ નેતાઓને બનવુ છે મંત્રી
પોલીસકર્મી આ આરોપીઓને વાહન આ રીતે ચલાવવાથી અન્ય વાહન ચાલકો ને નુકસાન થાય તેવું જણાવતા ત્રણેય જણા ઉશ્કેરાયા હતા અને માર માર્યો હતો. જે સમય આસપાસના લોકો આવી જતા ત્રણે જણા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બાબતને લઈને નરોડા પોલીસ માટે કે ફરિયાદ નોંધાતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે ગુનામાં સામેલ ત્રણેય આરોપી મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલા ઓની ધરપકડ કરી છે.
15 સપ્ટેમ્બર બાદ શું ગુજરાતમાં વધી શકે છે આવા કેસ? વરસાદની આ આગાહી સાચી પડી તો...!!
પકડાયેલા આરોપીઓ દાસ્તાન સર્કલ તેમજ નરોડા વિસ્તારના રહેવાસી હોય અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ રીતે પોલીસ કર્મી પર હુમલો કરી મારામારી કરનાર આરોપીઓના ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે મામલે આરોપી ઓની વધુ તપાસ નરોડા પોલીસે હાથ ધરી છે.
ગુજરાતમાં બાળકોને શાળાએ મોકલવા'યે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો