'અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું: મોરારીબાપુ

મોરારિ બાપુ મોરારિ બાપુએ જણાવ્યું કે, અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ છીએ. અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો. જગદગુરુ આદિ શંકરાચાર્ય પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ. અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું છે.

'અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું: મોરારીબાપુ

Sanatan Dharma : સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે. રાજકોટના ત્રંબા ગામ ખાતે સાંજે 5 વાગ્યાથી સંત સંમેલન મળ્યું છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દૂ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે જેને લઈને ત્રીજું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર શંકરાચાર્ય, કથાકાર સહિતના સંતો ઉપસ્થિત રહેશે. તમને જણાવી દઈએ કે ત્રંબા ખાતે જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતિની ઉપસ્થિતિમાં મોટુ સંમેલન યોજાશે.

કળયુગમાં સંઘે જ શક્તિ : મુક્તાનંદ બાપુ
રાજકોટના ત્રંબા ગામ ખાતે સનાતન ધર્મ સંત ગોષ્ઠીમાં ચાપરડાના સંત મુક્તાનંદ બાપુએ પ્રવચન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટે માંગ કરી છે. દેશમાં 100 કરોડ કરતા વધુ વસ્તી ધરાવતો હિન્દૂ સમાજ છે. જો હિંદુઓ એક થાય તો કોઈ મહાસત્તા રોકી ન શકે. 

અયોધ્યાના પરિણામે ઘણું બધું કહી દીધું: નિજાનંદ સ્વામી
તેમણે વધુમાં જણાવ્યું કે તમામ સાધુ સંતોને આધારકાર્ડ અને પાન કાર્ડ કઢાવી લેવા આ સમયમાં જરૂરી છે. કળયુગમાં સંઘે જ શક્તિ છે. સરકારને અમારી અપીલ છે કે આ મંડળ દંગલ કરવા નથી. આ મંડળ સરકારને પણ જરૂર પડ્યે ઉપયોગી થશે. જે મનસ્વી રીતે વર્તન કરે છે તેવા સનાતન ધર્મ વિશે વાણી વિલાસ રોકવા માટે આ સંગઠન કામ કરશે. બીજી બાજુ પૂજ્ય નિજાનંદ સ્વામીએ કહ્યું, હવે સનાતન ધર્મને એક કરવાનો સમય છે, અયોધ્યાના પરિણામે ઘણું બધું કહી દીધું છે. 

અમે અમારા સંપ્રદાયની ભૂલ લેખિતમાં સ્વીકારીએ છીએ: એસ.પી.સ્વામી
ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રતિનિધિ એસ.પી.સ્વામીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે વડતાલ મૂળ સંપ્રદાયના આચાર્ય એવું માને છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો જ એક ભાગ છે. સનાતન ધર્મને કોઈ ગાળ આપે તો અમને પણ ન ગમે. સ્વામિનારાયણ ભગવાને પણ આદેશ કરેલો છે કે કોઈ દેવી દેવતાઓનું અપમાન ન કરવું. શિક્ષાપત્રીમાં પણ ક્યાંય કોઈ સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે આવું લખવામાં આવેલું નથી. અમે અમારા સંપ્રદાયની ભૂલ લેખિતમાં સ્વીકારીએ છીએ. જે પુસ્તકોમાં લખવામાં આવેલું છે તે અમારા પુસ્તકો નથી. જે પણ સંપ્રદાય લખ્યું હોઈ તેની સામે પગલાં લેવામાં આવે.

દેશમાં હિંદુઓનું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે: મહંત દિલીપદાસજી બાપુ
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી બાપુએ કહ્યું હતું કે પૂજ્ય ચેતન્ય શંભુ મહારાજે કહ્યું દેશમાં હિંદુઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. દેશમાં ફરી સનાતન ધર્મનો પ્રચાર થાય અને હિન્દુઓનું ધર્માંતરણ અટકાવવામાં આવશે. જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ આદિવાસી વિસ્તારોમાં જવાનો નિર્ણય કર્યો છે. બે વખત આદિવાસી વિસ્તારોમાં તેમણે પ્રવાસ પણ કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં થતું ધર્માંતરણ રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. દેશમાં હિંદુઓનું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. બે દિવસ પહેલા જ હિંદુઓની યાત્રાળુઓની બસ પર જમ્મુમાં આંતકવાદી હુમલો થયો. આ હુમલાની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.

શેરનાથ બાપુને ગુજરાત સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે. જ્યારે દુધરેજના કનીરામ બાપુને કાયકારી અધ્યક્ષ બનાવાયા છે. મહામંત્રી તરીકે લીંબડીના લલિતકિશોરજી મહારાજાની નિમણૂંક કરાઈ છે અને સભ્ય તરીકે જગન્નાથના દિલીપદાસજી મહારાજ, મહેશગિરી, પાળીયાદના નિર્મળા બા, જુનાગઢના ઇન્દ્રભારતી, સત્તાધારના વિજયબાપુ સહિતનાનો સમાવેશ થાય છે. શેરનાથ બાપુએ કહ્યું, કોઈના સંસ્થા પર અન્યાય થઈ રહયો હોય તો 90 દિવસ સુધી સંસ્થાને કોઈ મહત્વ ન મળે તો પણ સાથે જ રહેશો ને તેવું સૌને પૂછ્યું.

સાધુનું કામ બ્રેઇન વોશ કરવાનું નથી હાર્ટ વોશ કરવાનું: રમેશભાઈ ઓઝા
કથાકાર રમેશભાઈ ઓઝા પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં રમેશભાઇ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ લીધા વિના આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે સાધુનું કામ બ્રેઇન વોશ કરવાનું નથી હાર્ટ વોશ કરવાનું છે. ગંગાના ઘાટ હોય છે, ઘાટની ગંગા ન હોય. હું જ મોટો, મારા જ ગુરૂ મોટા આ વાત ન કરવી જોઇએ. ઘાટ પરથી જો ગંગા જતી રહે તો ઘાટ સુના થઇ જાય, એટલે સનાતન સાથે જોડાયેલા રહો. તમને જણાવી દઈએ કે TRP ગેમઝોન આગકાંડની ઘટનાને લઈને સાધુ-સંતોએ મૌન પાડ્યું હતું.

અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ: મોરારી બાપુ 
કથાકાર મોરારી બાપુએ પણ આ સભામાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મોરારી બાપુએ જણાવ્યું હતું કે અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ. અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો. જગદગુરુ આદિ શંકરાચાર્ય પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં કાર્યરત રહેવું જોઈએ. 

વ્યાસપીઠો આપની સાથે જ છે: મોરારી બાપુ
કથાકાર મોરારી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટ્લે હવે અમારે ઉભુ થવું પડ્યું છે. ભગવાન રામ, કૃષ્ણ, શિવ, સૂર્ય, ગણેશ, હનુમાનજી, ભગવાન વ્યાસ સનાતન છે તેનો નાશ કોઈ નહિ કરી શકે. વ્યાસપીઠો આપની સાથે જ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news