ગુજરાતની ભોળી જનતા પર વધુ એક મોંઘવારીનો માર, ખાદ્યતેલના ભાવમાં ફરી તોતિંગ ઉછાળો
સીંગતેલને છોડીને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો કરાયો છે. અન્ય તેલમાં કરાયેલા ભાવ વધારાની વાત કરીએ તો કપાસિયા તેલના ભાવમાં આજે રૂપિયા 60નો વધારો કરાયો છે. જ્યારે પામોલીન તેલમાં રૂપિયા 20નો વધારો કરાયો છે.
ઝી બ્યુરો/રાજકોટ: જનતા પર વધુ એક મોંઘવારીનો માર ઝીકાયો છે. રાજ્યમાં ફરી ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. હાલ ચોમાસા બાદ શાકભાજીના ભાવો આસમાને છે અને જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે સીંગતેલને છોડીને અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો કરાયો છે. અન્ય તેલમાં કરાયેલા ભાવ વધારાની વાત કરીએ તો કપાસિયા તેલના ભાવમાં આજે રૂપિયા 60નો વધારો કરાયો છે. જ્યારે પામોલીન તેલમાં રૂપિયા 20નો વધારો કરાયો છે.
મોટો ખુલાસો! 14 નહીં, 100થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી, લવ જેહાદનો ખતરનાક કિસ્સો!
ખાદ્યતેલના ભાવમાં વધારો
ગુજરાતમાં ભારે વરસાદને કારણે તેલિબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. કપાસિયા તેલનો ડબ્બો 60ના વધારા સાથે 2020થી 2070 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. પામતેલ તેલનો ડબ્બો 1860થી 1865 રૂપિયા થયો છે. વરસાદથી તેલબિયા પાકો અને નુકસાનીના અંદાજ લઈને ભાવમાં સતત વધારો થયો છે.
માના ધામમાં ભક્તોનું કીડિયારૂ ઉભરાયું! જાણો અંબાજી મેળામાં કેટલા ભક્તોએ દર્શન કર્યા?
કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી વધાર્યા બાદ કપાસિયા અને પામતેલમાં 225થી 250નો તોતિંગ ભાવ વધારો થયો છે. આયાત ડ્યુટી વધારતા હાજર માલની ખેંચના કારણે સાઇડ તેલમાં તેજી યથાવત રહી છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછુ વાવેતર થયુ છે. મગફળીની સરખામણીએ કપાસનું ઓછુ વાવેતર થતા ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો રોગ આવી જતા વાવેતર પણ ઓછુ થઈ રહ્યુ છે અને ખેડૂતો મગફળી તરફ વળ્યા છે. આ જ કારણોથી કપાસીયા અને તેલિબિયાના ભાવ વધ્યા છે.
એ હાલો! ગુજરાતમાં આવે છે ચક્રવાત 'વણઝાર', જતા જતા પણ તહસનહસ કરશે! અંબાલાલની આગાહી