ગુજરાતમાં વધુ એક લવજેહાદ: માતાએ ધો.12માં ભણતી સગીરાનો મોબાઈલ ચેક કરતાં પરિજનો ચોંકી ઉઠ્યા
સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવક અસદ અલ્તાફ વિરાણીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12માં ભણતી સગીરાને મુસ્લિમ યુવકે પોતાના ઘરે અને હોટેલમાં જઇ દુષ્કર્મ આચર્યું હતું.
ઝી બ્યુરો/સુરત: ગુજરાતમાં ફરી એકવાર લવ જેહાદની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અસદ અલ્તાફ વિરાણી નામના ઇસમે 12માં ધોરણમાં ભણતી સગીરા સાથે પોતાના ઘરે અને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. આ સમગ્ર બનાવમાં વેસુ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી નરાધમ વિધર્મી યુવાનને ઝડપી પાડ્યો હતો.
સૌરાષ્ટ્રમાં તહસનહસ કરશે મેઘો! ફરી એકવાર અંબાલાલ પટેલે ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી
સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવક અસદ અલ્તાફ વિરાણીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12માં ભણતી સગીરાને મુસ્લિમ યુવકે પોતાના ઘરે અને હોટેલમાં જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરા સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો હતો.
હનુમાનજી બાદ હવે ગણેશજીનો વારો! સ્વામિનારાયણ ભગવાનને ગણપતિ કરતા મોટા બતાવતા વિવાદ
સગીરાની માતાએ મોબાઇલ ચેક કરતાં યુવક સાથેના સંબંધોનો ખુલાસો થતાં પરિજનો ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર હકીકતની જાણ થયા બાદ પરિવારજનો તાત્કાલિક ધોરણે વેસુ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં વીધર્મી યુવાન એવા 19 વર્ષીય અસદ વીરાની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હતી અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આ સમગ્ર બનાવવામાં દુષ્કર્મ એવા વીધર્મી અસદ ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
આવો બદલો! સ્કૂલની શિક્ષિકાઓને એક શિક્ષિકે રૂપલલનાઓ ચિતરી, સરનામા સાથે પોસ્ટરો છાપ્યા
વેસુની સગીરા સાથે 19 વર્ષીય અસદ અલ્તાફ વિરાણી નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. વેસુની સગીરા ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને મુસ્લિમ યુવક પણ 19 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. આ તરફ મુસ્લિમ યુવકે અનેક વખત સગીરાને યુવકે પોતાના ઘરે અને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ તરફ સગીરા મોબાઈલમાં વ્યસ્ત રહેતા માતાએ મોબાઇલ ચેક કર્યો હતો. આ દરમિયાન સગીરાના અન્ય યુવક સાથેના બીભત્સ ફોટા મળી આવ્યા હતા. જેથી બિભત્સ ફોટા જોઈ માતાએ પરિવારને જાણ કરી હતી અને દુષ્કર્મ મામલે વેસુ પોલસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ક્રૂર, વહેંશી, દુષ્ટ..યુગાન્ડાનો આદમખોર રાષ્ટ્રપતિ ઈદી અમીન, 6 લાખ લોકોની કરી હત્યા