હનુમાનજી બાદ હવે ગણેશજીનો વારો! સ્વામિનારાયણ ભગવાનને ગણપતિ કરતા મોટા બતાવતા સર્જાયો મોટો વિવાદ

ફરી એકવાર ગણેશજી કરતા સ્વામિનારાયણને મોટા બતાવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. છપૈયા ધામ સોસાયટી વિસ્તારની આ ઘટનામાં સ્વામિનારાયણ ભગવાનને ગણેશજીથી મોટા બતાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

હનુમાનજી બાદ હવે ગણેશજીનો વારો! સ્વામિનારાયણ ભગવાનને ગણપતિ કરતા મોટા બતાવતા સર્જાયો મોટો વિવાદ

ઝી બ્યુરો/મહીસાગર: સાળંગપુર હનુમાનજીના વિવાદ વચ્ચે હવે મહીસાગરના લુણાવાડામાં ગણેશના પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો છે. ફરી એકવાર ગણેશજી કરતા સ્વામિનારાયણને મોટા બતાવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. છપૈયા ધામ સોસાયટી વિસ્તારની આ ઘટનામાં સ્વામિનારાયણ ભગવાનને ગણેશજીથી મોટા બતાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 

લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ ઘટના બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. કવરેજ માટે સ્થળ પર પહોંચતા મીડિયા કર્મીઓ પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ હુમલો કર્યો છે. અમારા ભગવાન મોટા છે કહીને અનુયાયીઓએ  હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ફરી એકવાર સનાતન ધર્મની અંદરોઅંદર ચાલતી લડાઈ સામે આવી છે. લુણાવાડા શહેરમાં છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ ભંડારમાં સ્વામિનારાયણ ભગવાનની ગણપતિ કરતા મોટા બતાવતા વિવાદ સર્જાયો છે. એક ફેસબુક એકાઉન્ટમાં કરેલ પોસ્ટના આધારે મીડિયા કર્મી ત્યાં કવરેજ કરવા જતા મિડીયા કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો છે.

મહિલા તેમજ પુરુષોના ટોળાઓએ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો છે. જેમાં કેમેરા સહિત મંદિરમાં બન્ને મીડિયા કર્મીઓને ગોદી રાખવામાં આવ્યા, એટલું જ નહીં, તેમના કેમેરા મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને અમારા ભગવાન મોટા તેમ કહી અને મીડિયા કર્મીઓને માફી માગવા માટે પણ કહ્યું હતું. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ લુણાવાડા શહેરમાં સમગ્ર ઘટનાને લઈ ભારે રોષ જોવા મળ્યો છે.

સાળંગપુર મંદિરમાં વિવાદ શું હતો?
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા હોય તેવા ભીંતચિત્રો લગાવવામાં આવ્યા હતા. આ ચિત્રો ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામે વિખ્યાત હનુમાનજીની પ્રતિમા નીચે કોતરણી કરીને લગાવવામાં આવ્યાં હતા. કેટલાક દર્શનાર્થીઓએ આ ચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. વાયરલ થઇ રહેલા ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર વિવાદ વકર્યો હતો. 

કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થઇ રહ્યા હતા. આ ફોટા વાયરલ થયા બાદ મંદિર પ્રશાસન દ્વારા વિવાદ વધુ ન વકરે તે હેતુથી બંને ભીંતચિત્રો પર પીળા રંગનું પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું હતું. આ મામલો સતત તુલ પકડી રહ્યો હતો. ગુજરાતમાં ક્યારેય મંદિરો બાબતે વિવાદો થયા નથી કારણ કે મંદિર સાથે તો ગુજરાતીઓની આસ્થા જોડાયેલી હોય છે પણ હાલમાં ગુજરાતના 2 પ્રખ્યાત મંદિરો વિવાદમાં સપડાયા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news