ચેતન પટેલ/સુરત: સચિન જીઆઇડીસીની મધુનંદન ડાયિંગ પ્રિન્ટિંગ મિલમાં માલ સામાનની લિફ્ટ બીજા માળેથી તુટી પડી હતી. જેમાં ત્રણ વ્યક્તિઓ હતા. જે પૈકી બેના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ છે. હાલ પોલીસે પરિવારના નિવેદન લઈ પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OBC અનામત પર સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકાર કરશે મોટી જાહેરાત


બીજા માળેથી લિફ્ટ તૂટીને નીચે પટકાઈ
સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મધુનંદન ડાયિંગ મિલ આવેલી છે. જ્યાં ગતરોજ રાત્રે ત્રણ કામદારો માલ સામાન હેરફેરની લિફ્ટમાં સામાન લઈને ત્રીજા માળે જઈ રહ્યા હતા. દરમિયાન બીજા માળેથી લિફ્ટ તૂટીને નીચે પટકાઈ હતી. જેમાં 19 વર્ષીય સંદીપ અને 48 વર્ષીય ધરમેશ્વર અને અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. 


આનંદો! રક્ષાબંધનના દિવસે આ મોટા શહેરમાં મહિલાઓ માટે બસ સેવા ફ્રી, મોટી જાહેરાત


સારવાર દરમિયાન સંદીપ અને ધરમેશ્વરનું મોત નીપજ્યું
લિફ્ટ તુટી પડતાં ત્રણેય ઇજાગ્રસ્તને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમિયાન સંદીપ અને ધરમેશ્વરનું મોત નીપજ્યું હતું. જેથી બંનેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


ક્યારે મળશે રાહત? છોડી મૂકવાના આદેશ બાદ તરત બીજા કેસમાં ઈમરાન ખાનની થઈ ધરપકડ


19 વર્ષીય યુવક થોડા દિવસો પહેલા જ સુરત આવ્યો હતો
મૂળ બિહારનો 19 વર્ષીય સંદીપ કુમાર શ્યામ કિશોર ચૌહાણ બરફ ફેક્ટરી ઈશ્વર નગર ખાતે રહેતો હતો. પરિવાર વતન રહેતો હતો. પિતા વતનમાં મજૂરી કામ કરે છે. થોડા દિવસો પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યો હતો. દરમિયાન આ ઘટનામાં મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.


OBC અનામત મુદ્દે મોટી હલચલ થઈ, અટકી પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માર્ગ ખુલ્યો


મૃતક 48 વર્ષીય આધેડ એક દીકરા સાથે સુરતમાં રહેતા હતા
મૂળ બિહારના 48 વર્ષીય ધર્મેશ્વર હલખોરી બેઠા વિષ્ણુનગર પલી ગામ ખાતે રહેતા હતા. પરિવારમાં 1 દીકરી અને 3 દીકરા છે. મધુનંદન મિલમાં બે મહિના પહેલા કામે લાગ્યા હતા. પિતા અને એક દીકરો સુરતમાં રહેતા હતા. દરમિયાન આ ઘટના બનતા પરિવારમાં શોકનો કાલિમા છવાઇ ગઇ છે. 


LPG Rate: એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં થઈ શકે છે 200 રૂપિયાનો ઘટાડો